સુરત APMC ના ચેરમેન તરીકે સંદિપ દેસાઇની પસંદગી, હર્ષદ પટેલ બન્યા વાઇસ ચેરમેન
સુરત એપીએમસીના નવા ચેરમેન તરીકે સંદિપ દેસાઇની નિયુક્તિ કરવામાં આવી છે. સુરત એપીએમસીના નવા વાઇસ ચેરમેન તરીકે હર્ષદ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે. સંદિપ દેસાઇ સુરત ચોર્યાસી બેઠકના ધારાસભ્ય પણ છે. સંદિપ દેસાઇ સુરત ડિસ્ટ્રિક્ટ બેન્ક અને સુમુલ ડેરીના ડિરેક્ટર પણ છે. સુરત એપીએમસીના નિયામક મંડળમાં તમામ જ્ઞાતિ-જાતિનું પ્રતિનિધિત્વ છે. સંદિપ દેસાઇ સુરત ગ્રામીણ વિસ્તારમાં ખૂબ લોકપ્રિય છે. તેઓ સુરત જિલ્લા ભાજપના પ્રમુખ પણ છે. સુરત છઁસ્ઝ્ર ૨૪૦૦ કરોડનું ટર્ન ઓવર ધરાવે છે. આ સાથે સુરત એપીએમસીમાં રમણભાઈ જાનીનાં ૩૫ વર્ષના શાસનનો અંત આવ્યો હતો. જિલ્લા ભાજપ પ્રભારી ભરત પટેલે પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર.પાટીલે આપેલો પેનલનો મેન્ડેટ સંભળાવ્યો હતો.
Recent Comments