અમદાવાદમાં મહાઠગ કિરણ પટેલનુ નવું કરતૂત આવ્યું સામે..
મહાઠગ કિરણ પટેલનુ નવું કરતૂત સામે આવ્યું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ફરિયાદીને ય્ॅષ્ઠહ્વ માંથી લાઇસન્સ અપાવવા બહાને કિરણ પટેલે રૂપિયા ૪૨ લાખ ૮૬ હજાર પડાવી લીધા હતા. વર્ષ ૨૦૧૭ માં ફરિયાદી પાસે લાયસન્સ માટે કિરણ અને તેની પત્નીએ રુપિયા પડાવ્યા હતા. કિરણ પટેલે ફરિયાદીને ક્લાસ વન અધિકારી અને સરકારમાં પોતાનું વર્ચસ્વ હોવાનો રોફ જમાવ્યો હતો. ફરિયાદીએ લાયસન્સ ન મળતાં કિરણ પટેલ પાસે આપેલ રકમ પરત માંગી હતી. જાેકે કિરણે રૂપિયાની જગ્યાએ પોતાની નારોલની જમીન આપવાનું બહાનું બતાવ્યું હતું. હાલમાં અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં આ અઅંદે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
Recent Comments