fbpx
અમરેલી

પીવાનાં પાણી ભરવા માટેના માટીના માટલાં બનાવી વેચનારનો ઈશ્ર્વર પાસે આજીજી ભરી વિનંતી કરતો મેસેજ 

વારંવાર ભરઉનાળે કમોસમી વરસાદ પડતાં ખાસકરીને ઉનાળાના સમય દરમિયાન વેચાતાં માટીના માટલાના વેચાણમાં પણ મંદીનો માહોલ.. આમ તો ખાસકરીને આ કુલીંગ સિસ્ટમ વાળા ફ્રીજના યુગમાં હવે માટીના માટલાં વેચાણનો ઉપયોગ ઘટતો જાય છે એવી સ્થિતિમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં હજુ પણ એવો વર્ગ છે જે માટીના ગોળા (માટલાં)નો ઉપયોગ પીવાનું પાણી ભરવા માટે કરતાં જોવા મળે છે. એટલે ઉનાળાની ઋતુમાં માટલાં વેચનારનો ધંધો ચાલતો હોય છે. છાશ ભરવા માટેની માટીની નાની માટલીઓ પણ હવે ખૂબ અલ્પ માત્રામાં વેચાણ થતી જોવા મળે છે. પરંતુ આ વર્ષે તો સતત માવઠાંનો માહોલ હોય માટલાની ઘરાકીમાં પણ મંદીનો માહોલ જોવા મળે છે. અને બદલાતાં પર્યાવરણીય ફેરફારો પણ હવે ફરી કુદરત તરફ પાછા વળવાનો ગર્ભિત સંદેશ આ કમોસમી માવઠાં દ્વારા આપવામા આવતો હોય તો ના ન કહી શકાય. માટલાં વેચતાં આ  છોકરાને ધંધો કેમ ચાલે છે? એમ પૂછતાં, શાંતિ છે..!! એવો પ્રત્યુત્તર સાંભળીને માટલાં વેચાણની પરિસ્થિતિનો ક્યાસ આપ્યો.

Follow Me:

Related Posts