શું સાઉથ સિનેમામાં પણ છે નેપોટિઝમ?.. આ પરિવારો ચલાવે છે આખી ઈન્ડસ્ટ્રી
બોલિવૂડ પર હંમેશા નેપોટિઝમનો આરોપ લગાવવામાં આવે છે. હંમેશા લોકોને કહેતા સાંભળ્યુ હશે કે, હોલિવૂડમાં નેપોટિઝમ છે. અહીં સ્ટારકિડ્સને સરળતાથી મોકો મળી જાય છે. સ્ટારકિડ્સ વિના મહેનત અને ટેલેન્ટને આગળ વધારતા રહે છે. વળી તેમના કોઈ ગૉડફાધર નથી હોતા, તે સંઘર્ષ કરતા રહી જાય છે. જાેકે, એવું નથી કે, નેપોટિઝમ ફક્ત બોલિવૂડમાં જ છે. સાઉથ સિનેમામાં પણ નેપોટિઝમ છે, પરંતુ ત્યાં તેની વાત કરવામાં આવતી નથી. ઈન્ડસ્ટ્રીને થોડું નજીકથી જાેવામાં આવે તો ખબર પડે છે કે આજે પણ અહીં તે જ પરિવારોનો દબદબો છે, જેનો ગઈકાલે હતો. સાઉથ સિનેમાના ટોપ સ્ટાર્સ આ જ પરિવારનો ભાગ છે. સૌપ્રથમ જાે વાત કરીએ તો પુષ્પા રાજ એટલે કે અલ્લુ અર્જુન.. સાઉથ સિનેમાના સુપરસ્ટાર અલ્લુ અર્જૂન પોતાના પરિવારની ત્રીજી પેઢીને આગળ વધારી રહ્યા છે. તેના દાદા અલ્લૂ રામલિંગૈયા સાઉથ ઈન્ડસ્ટ્રીનું મોટુ અને જાણીતું નામ હતું.
તેલુગુ સિનેમામાં શાનદાર કામ માટે તેમને ૧૯૯૦માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવ્યો હતો. વળી ‘પુષ્પા’ સ્ટારના પિકા અલ્લૂ અરવિંદ પણ એક જાણીતા ફિલ્મ મેકર છે. અલ્લૂ અર્જૂનના ભાઈ અલ્લૂ સિરીશ પણ ફિલ્મોમાં સારા કામ માટે જાણીતા છે. બીજા નંબરે ચિરંજીવી ફેમિલી… રામચરણનું સ્ટારડમ લોકોના માથે ચઢી ગયું છે. તે ઈન્ડસ્ટ્રીના હાઈએસ્ટ પેઇડ એક્ટરમાંથી એક છે. રામચરણ સાઉથ સિનેમાની મોટી ફેમિલીમાંથી આવે છે. તેની માતા અલ્લુ સુરેખા, અલ્લુ રામલિંગૈયાની દીકરી છે. તેના પિતા ચિરંજીવીને કોઈ ઓળખની જરુર નથી. ચિરંજીવી સિવાય તેના બંને ભાઈ પવન કલ્યાણ અને નાગેંદ્ર બાબૂના નામ સાઉથના મોટા સ્ટાર્સમાંથી છે. આ સિવાય રામ ચરણ અને અલ્લૂ અર્જૂન પિતરાઈ ભાઈ છે. ત્રીજા નંબરે રજનીકાંત ફેમિલી… હિન્દી સિનેમાથી લઈને સાઉથ સિનેમા સુધી, રજનીરાંતની બોલબાલા છે. એક્ટરની એક ફિલ્મ માટે સિનેમાઘરોની બહાર હજારો લોકોની ભીડ જમા થઈ જાય છે. એકબાજુ જ્યાં રજનીકાંત પોતાની એક્ટિંગથી લાખો-કરોડો લોકોના દિલોમાં રાજ કરે છે. વળી, બીજીબાજુ તેની દીકરી એશ્વર્યા અને સૌન્દર્યા ડિરેક્શનની દુનિયામાં નામ કમાવી રહી છે.
રજનીકાંતના જમાઈ ઘનુષ પણ સાઉથ સિનેમાનાં મોટા સ્ટાર્સમાંથી એક છે. ચોથા નંબરે દગ્ગુબતી ફેમિલી… ફિલ્મ પ્રોડ્યુસર દગ્ગુબતી રામાનાયડૂને ૧૯૬૪માં ‘સુરેશ પ્રોડક્શન’નો પાયો નાખ્યો હતો. દગ્ગુબતીના ત્રણ બાળકો દગ્ગુબતી વેંકેટેશ, દગ્ગુબતી બાબૂ અને લક્ષ્મી દગ્ગુબતી છે. દગ્ગુબતી પરિવારમાં જન્મેલા દગ્ગુબતી વેંકેટેશ સાઉથ સિનેમાના સુપરસ્ટાર છે. વળી રાણા દગ્ગુબતી પણ સાઉથ સિનેમાની એક મોટી ફેમિલીનો ભાગ છે. પાંચમાં નંબરે… અક્કિનેની ફેમિલીઅક્કિનેની ફેમિલીનું નામ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા પરિવારમાંથી એક છે. અક્કિનેની નાગેશ્વર રાવ સાઉથ સિનેમાના ફેમશ એક્ટર અને પ્રોડ્યુસર હતાં. તેની જેમ તેનો દીકરો અક્કિનેની નાગાર્જૂને પણ સાઉથ સિનેમામાં ખૂબ નામ કમાવ્યુ છે. વળી, હવે નાગાર્જૂનનો દીકરો નાગા ચૈતન્ય અને અખિલ અક્કિનેની પણ ફિલ્મોમાં પોતાનો પગ પેસારો કરી રહ્યા છે.છઠા નંબરે ત્નિ. દ્ગ્ઇ ફેમિલી … ત્નિ. દ્ગ્ઇ નું પુરુ નામ નંદમૂરી તારક રામા રાવ છે. તે સાઉથ સિનેમાનું સૌથી મોટું અને જાણીતું નામ છે. તેના દાદા રામા રાવ શાનદાર કલાકાર અને ફિલ્મ નિર્માતા હતાં. ભારતીય સિનેમામાં એનટી રામા રાવના યોગદાન માટે તેમને ભારત સરકારે ૧૯૬૮માં પદ્મશ્રીથી સન્માનિત પણ કર્યો હતો.
તે ના ફક્ત એક સારો એક્ટર હતો, પરંતુ રાજનિતીમાં પણ પોતાની ધાક જમાઈ હતી. વળી, ત્નિ. દ્ગ્ઇ ના પિતા નંદમુરી હરિકૃષ્ણા પણ એક્ટર, પ્રોડ્યુસર અને રાજનીતિજ્ઞ છે. તેણે તેલુગુ સિનેમામાં શાનદાર કામથી જાણીતા છે. ત્નિ. દ્ગ્ઇ ના ભાઈ એનંદમુરી કલ્યાણ રામ પણ એક એક્ટર છે. નંદમુરી બાલકૃષ્ણ તેના કાકા છે, જે સાઉથ ઈન્ડસ્ટ્રીનો મોટો ચહેરો છે. સાતમાં નંબરે કમલ હસન ફેમિલી ફેમિલી… કમલ હસન અભિનેતાથી નેતા બની ચુક્યા છે. તે ઘણા વર્ષોથી એક્ટિંગની દુનિયાનો કિંગ છે. તેની બંને દીકરી શ્રુતિ હસન અને અક્ષરા હસન પણ ગ્લેમર વર્લ્ડનો ભાગ છે. આ બધી ફેમિલીની ક્યારેય નેપોટિઝમ પર નથી થતી ચર્ચા… ઘણા વર્ષોથી આ પરિવારોએ સાઉથ સિનેમામાં પોતાનો દબદબો બનાવ્યો છે. બોલિવૂડમાં ભલે દરરોજ નેપોટિઝમની વાત થતી હોય. પરંતુ, સાઉથ સિનેમામાં કદાચ જ કોઈએ આ વિશે વિવાદ કર્યો હશે. જાે ક્યારેય નેપોટિઝમ પર વાત થઈ તો પણ સાઉથ સ્ટાર્સ જવાબ આપવામાં પાછળ નથી રહ્યા. ઓસ્કારમાં ઇઇઇ ની જીત બાદ રામ ચરણે ઈન્ડિયા ટુડેને કહ્યુ હતું કે, આજે હું જ્યાં પણ છુ મારા ટેલેન્ટના કારણે છું. જાે ટેલેન્ટ ના હોત તો ૧૪ વર્ષથી ઈન્ડસ્ટ્રીમાં ન હોત.
Recent Comments