પાણીના ટાંકા ઉપર ઢાંકણા અને ઉંચા ટાંકા ઉપર જાળી ફીટ કરવા માટે સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ નંબર પાંચનાં નગરપાલિકા સદસ્ય કેશવભાઈ બગડાએ કરેલી રજૂઆત આજે રંગ લાવી

સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર પાંચમાં હાથસણી રોડ પર આવેલ આસોપાલવ સોસાયટીમાં પાણીનાં ટાંકા ઉપર પાણીનાં ઢાંકણા અને ઉંચા ટાંકા ઉપર જાળી ફીટ કરવા અંગે છેલ્લા ચાર મહીનાથી સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ નંબર પાંચનાં નગરપાલિકા સદસ્ય કેશવભાઈ બગડાએ નગરપાલિકા તંત્રને રજૂઆત કરી હતી. અંતે તેની રજૂઆતને મૂર્ત સ્વરૂપ મળ્યું. ગતરોજ આ પાણીના ટાંકા ઉપર ઢાકણ અને ઊંચા ટાંકા ઉપર જાળી ફીટ કરવામાં આવેલ. આ સમગ્ર કામગીરી સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ નંબર પાંચનાં સદસ્ય કેશવભાઈ બગડાની સતત દેખરેખ નીચે હાથ ધરવામાં આવેલ તે પૂર્ણ થતાં. આ બદલ નગરપાલિકા પ્રમુખ પતિ રાજુભાઇ દોશી અને ચીફ ઓફિસર શ્રી બોરડ સાહેબ તથા પાણી વિભાગના સુપરવાઈઝર શ્રી અશ્વિનભાઈનો હાથસણી રોડ વોર્ડ પાંચના રહેવાસીઓએ આભાર પણ માન્યો હતો.
Recent Comments