ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ને લઈને વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. એક મોટો ર્નિણય લેતા પશ્ચિમ બંગાળમાં ફિલ્મ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરનું કહેવું છે કે, પશ્ચિમ બંગાળ જેવું રાજ્ય ફિલ્મ પર પ્રતિબંધ મૂકીને આવો અન્યાય કરી રહ્યું છે. મમતા બેનર્જીના રાજ્યની એક બાળકીની હત્યા કરવામાં આવી હતી. દીકરીને જે રીતે ખેંચીને લઈ જવામાં આવે છે, તે દ્રશ્ય શરમજનક છે. તમે તેના પર જવાબ ન આપો, પરંતુ ફિલ્મ પર પ્રતિબંધ લાદવાનું કામ કરો. આવા આતંકવાદી સંગઠનો સાથે ઉભા રહીને તમને શું મળે છે? આવી વિચારસરણીને પ્રોત્સાહન આપીને શું પ્રાપ્ત થાય છે?.. બોલિવુડ અભિનેત્રી અદા શર્માએ લેટેસ્ટ ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ માં મુખ્ય પાત્ર ભજવીને ચર્ચાનો વિષય બની ગઈ છે. આ ફિલ્મ રિલીઝ થઈ તે પહેલાં વિવાદોના વંટોળમાં ફસાઈ ગઈ હતી. સુદિપ્તો સેને ડાયરેક્ટ કરેલ આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ ૫ મેના રોજ રિલીઝ થઈ છે અને આ ફિલ્મના દર્શકો તથા ક્રિટીક્સ તરફથી સારી પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ ૪૦ કરોડના બજેટમાં બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં ચાર મહિલાઓએ મુખ્ય ભુમિકા ભજવી છે, જેમાં અદા શર્માએ સૌથી વધુ ફી લીધી છે. સૂત્રો તરફથી દાવો કરવામાં આવ્યો છે કે, આ અભિનેત્રીએ ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ માટે ૧ કરોડ રૂપિયા ફી લીધી છે.
પશ્ચિમ બંગાળમાં ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ પર પ્રતિબંધ, આ અંગે અનુરાગ ઠાકુરે શુ કહ્યું તે જાણો..

Recent Comments