પાટણના હારીજમાં હાર્ટ અટેકથી મહિલાનું મોત
પાટણના હારીજમાં એક મહિલાનું હાર્ટ અટેકથી મોત થયું છે. મળતી જાણકારી અનુસાર, પાટણના હારીજમાં આવેલા સિદ્ધિ યોગી રેસિડેન્સીમાં રહેતા હસુમતી બેનનું હાર્ટ અટેકથી મોત થયું છે. હસુમતી બેનના ઘરમાં લગ્નનો પ્રસંગ ચાલી રહ્યો છે અને ગઈકાલે રાસ ગરબા ચાલી રહ્યા હતા. તે દરમિયાન હસુમતી બેનને છાતીમાં દુખાવો થયો હતો. પરિવાર હસુમતી બેનને હોસ્પિટલ લઇ જાય તે અગાઉ તેમનું મોત નીપજ્યું હતું. હસુમતી બેનના મોતથી લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. પાટણ જિલ્લામાં છેલ્લા ૧ મહિનામાં ૮થી વધુ લોકોએ હાર્ટ અટેકમાં જીવ ગુમાવ્યો છે.
Recent Comments