બગસરા મોબાઈલ ઇન્ટરનેટ અને ટીવીની દુનિયાથી અલગ રહી મેદાનનો સદુપયોગ કરતા અને વેકેશન માણતા બાળકો વાલીઓ અને શિક્ષકોએ પણ આપ્યો સહકાર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત તાલુકા કક્ષાનો દસ દિવસનો સમર કેમ્પ શ્રી ઝવેરચંદ મેઘાણી હાઇસ્કુલ બગસરા મુકામે સંપન્ન થયો. દસ દિવસ ચાલેલા આ કેમ્પમાં જુદી જુદી રમતમાં ૧૨૦ ખેલાડીઓએ ભાગ લીધો. કેમ્પમાં રાયફલ શૂટિંગ, એથલેટિક્સ, વોલીબોલ અને યોગાસનની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ દરમિયાન ટ્રેનર તરીકે રાઈફલ શૂટિંગ માટે શ્રી યશપાલ સિંહ જાડેજા, વોલીબોલ માટે શ્રી મનીષ કુકવાવા, એથ્લેટિક્સ માટે શ્રી મનોજભાઈ મહીડા તથા યોગાસન માટે શ્રી દિપાબેન ગોહિલે સેવાઓ આપી હતી. કાર્યક્રમમાં બહાઉદીન કોલેજના આચાર્યશ્રી, શ્રી મેઘાણી હાઈસ્કૂલના શ્રી સોલંકી સાહેબ, શાળાનાં શિક્ષકશ્રી મલય રાવલ, કલ્પનાબેન મારડિયા, શ્રી વાજા સાહેબ,વગેરે, જિલ્લા રમત ગમત અધિકારી ઓફિસમાંથી મુલાકાતિઓ તથા વિદ્યાર્થીના વાલીશ્રીઓએ કેમ્પમાં જુદા જુદા દિવસે મુલાકાત લીધી હતી. વ્યવસ્થાપક સમિતિનાં શ્રી સાગર સિધ્ધપુરા, શ્રી કૌશિક નસીત, શ્રી મોહિત નલિયાધરા, શ્રી રવિ ચુડાસમાએ સેવાઓ પૂરી પાડી હતી. સમગ્ર કાર્યક્રમનાં કોઓર્ડીનેટર શ્રી રામસિંહ પરમાર રહ્યાં.
મોબાઈલ ઇન્ટરનેટ અને ટીવીની દુનિયાથી અલગ રહી મેદાનનો સદુપયોગ કરતા અને વેકેશન માણતા બાળકો


















Recent Comments