સુરત સમગ્ર સુરત જીલ્લા ને આવરી તમામ પોલીસ સ્ટેશનોના પોલીસ કર્મીઓને ધ્યાનમાં રાખી યુનિવર્સલ ફાઉન્ડેશન દ્વારા અમરોલી પો.સ્ટે ખાતે એ.સી.પી આર.પી.ઝાલા સાહેબની સહયોગીતામાં ડાયાબીટીસ ચેકઅપ, નિદાન અને વિનામુલ્યે આયુર્વેદીક દવા વિતરણ કેમ્પનુ આયોજન કરવામાં આવેલુ જેમાં અમરોલી અને ઉતરાણ પો.સ્ટે અને ટ્રાફીક સેક્સન નો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તા ૧૨ મે ના રોજ રાંદેર પો.સ્ટે ખાતે પણ તમામ પોલીસ કર્મીઓ માટે ડાયાબીટીસ ચેકઅપ કેમ્પ રાખવામાં આવનાર છે તેમા ડાયાબીટીસ નિદાન અને પોઝીટીવ આવનારા પોલીસ કર્મીઓને વિનામુલ્યે આયુર્વેદીક દવા વિતરણ પણ કરવામાં આવનાર છે.
ઘણા વર્ષોથી યુનિવર્સલ ફાઉન્ડેશન જીવનરક્ષા તથા વિવિધ રીતે ફાયર, ફલ્ડ, ડિઝાસ્ટર તથા વિશેષ પ્રકારે વિનામુલ્યે તાલીમો સાથે સામાજીક અને સ્વચ્છ ભારત મિશન સાથે જોડાઇ, 2020/21, માં સુરતથી સ્વચ્છ ચેમ્પિયન રહ્યા સાથે સ્વચ્છતા અભિયાનો પણ ચલાવી રાષ્ટ્રસેવામાં નવો ચિલો ચિતરી પ્રેરણાત્મક પથ તૈયાર કરવામાં અગ્ર રહ્યુ છે ! તથા ઉપરોક્ત ડાયાબીટીસ હેલ્થ કેમ્પમાં સુરત જીલ્લા બાદ યુનિવર્સલ ફાઉન્ડેશન સમગ્ર ગુજરાતના પોલીસ સ્ટેશનોના તમામ પોલીસ કર્મીઓનો આવરી આ રાષ્ટ્રકાર્યમાં આગળ વધશે.
હાલ આ કેમ્પમાં સંસ્થાના અધ્યક્ષ અને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનીત પ્રકાશકુમાર વેકરીયા (જીવન રક્ષક) અને યુનિવર્સલ હેલ્થ કમીટી થી મહેશ પટેલ યોગદાન આપી રહ્યા છે, તથા સહયોગી તરીકે પવિત્રાહાર અને પી.એમ.બી લોબોરેટરી સુરત તથા પથદર્શક તરીકે સુરત શહેર પોલીસ વિભાગથી એસીપી બી.એમ ચોધરી, એલ.બી ઝાલા સહીત તમામ એ.સી.પી શ્રીઓ સેવા આપી રહ્યા છે.
Recent Comments