fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં કે.કે.હોસ્પિટલ દ્વારા ઈન્ટરનેશનલ નર્સિંગ ડે ની ઉજવણી ખૂબ ઉમંગ અને ઉત્સાહ સાથે કરવામાં આવી

કે. કે. હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ, આરએમઓ. સાહેબ, નર્સિંગ સ્કૂલના પ્રિન્સિપાલ, હોસ્પિટલના તમામ તબીબશ્રીઓની ઉપસ્થિતિમાં હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ સાથે ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ઊજવણી કરવામાં આવેલ.

આજરોજ ઈન્ટરનેશનલ નર્સિંઝ ડે નિમિત્તે સાવરકુંડલા ખાતે આવેલ સરકારી કે. કે. હોસ્પિટલ દ્વારા હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ ક્રિષ્ના મેડમ, આરએમઓ સાહેબ, નર્સિંગ સ્કૂલના પ્રિન્સિપાલ તથા કે. કે. હોસ્પિટલના તમામ તબીબશ્રીઓની ઉપસ્થિતિમાં હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ સાથે મળીને આંતરરાષ્ટ્રીય નર્સિઝ ડે ની ઉજવણી ખૂબ ઉમંગ અને ઉત્સાહ સાથે સુંદર રીતે કરવામાં આવેલ

આમ ગણીએ તો નર્સિંગનું મહત્વ પણ વ્યક્તિ જ્યારે બિમારીનો ભોગ બને છે અને કપરી પરિસ્થિતિમાં  દર્દીની સંભાળ સાથે સાથે સારવારની જરૂર હોય ત્યારે આરોગ્ય વિભાગના નર્સિંગ કર્મચારીઓનું મહત્વ સુપેરે સમજાય છે આ વર્ષનું ઈન્ટરનેશવ નર્સિઝ ડેનું થીમ છે *અવર નર્સિઝ અવર ફ્યુચર* આ ઈંટરનેશનલ નર્સિઝ ડે દર વર્ષે ૧૨ મેના નર્સિંગ સેન્ટરના પાયાના પથ્થર સમાન ફલોરેન્સ નાઈટીંગેલની સ્મૃતિમાં મનાવવા આવે છે.. બદલતાં જતાં ગ્લોબલ હેલ્થના પડકારોને પહોંચી વળવા માટે હવે ગ્લોબલ હેલ્થ સેક્ટર તરફ વધુ સતર્ક રહેવું પડશે એ નિર્વિવાદ છે.

Follow Me:

Related Posts