સાવરકુંડલા તાલુકાના મેરીયાણા ગામે ભવ્ય ગેટનું લોકાર્પણ
સાવરકુંડલા તાલુકાના મેરીયાણા ગામે આજે ગેટનું લોકાર્પણ ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા હસ્તે કરવામાં આવ્યું આ ગેટના દાતા વિશાલભાઈ પ્રવીણભાઈ ખતરાણી સાગરભાઇ પ્રવીણભાઈ ખાતરાણી પ્રવીણભાઈ શંભુભાઈ ખાતરણી જેવો હતા આ ગેટ સ્વર્ગસ્થ કાશીબા તથા સ્વર્ગસ્થ શંભુભાઈ પુનાભાઈ ના સ્મરણાર્થી બનાવવામાં આવ્યો છે આ તકે સાવરકુંડલા તાલુકાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા બાંધકામ સમિતિના ચેરમેન પુનાભાઈ ગજેરા જિલ્લા સદસ્ય લાલભાઈ મોર જિલ્લા સદસ્યશરદભાઈ ગોદાની સાવરકુંડલા તાલુકા પંચાયત સદસ્ય જીતુભાઈ કાછડીયા (ગાધકડા) તેમજ વિજયભાઈ ચાવડા (વીજપડી) હરેશભાઈ ભુવા (વીજપડી) ચેતનભાઇ માલાણી (ખડસલી) જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ ગેટનું નવનિર્માણ કાર્યમાં સંપૂર્ણ પૂર્ણ થયું ત્યાં સુધી અવિરત સેવાનું યોગદાન મેરીયાણા ગામના સરપંચ હિતેશભાઈ ખતરાણી એ ઉઠાવેલ હતી આ કાર્યક્રમને સફળ બનાવેલ કાર્યક્રમના અંતમાં મેરીયાણા ગામના ગ્રામજનો મૂળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તમામને ખતરાણી પરિવાર દ્વારા અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવ્યો એમ અનિરૂધ્ધ ત્રિવેદીની એક અખબારી યાદીમાં જણાવાયું છે .
Recent Comments