fbpx
બોલિવૂડ

આદિપુરુષ ફિલ્મ રિલીઝ પહેલા ફિલ્મના ટ્રેલરને મળ્યા રેકોર્ડ બ્રેક વ્યૂઝ

પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન સ્ટારર મોસ્ટ એવેટેડ ફિલ્મ આદિપુરષનું ટ્રેલર મંગળવારના રોજ ૯મેના રોજ રિલીઝ થઇ ચુક્યુ છે. ગયા વર્ષે વિવાદોથી ઘેરાયેલી અને રિલીઝ પછી ફેન્સને આ ફિલ્મની રાહ જાેઇ રહ્યા છે. હવે મેકર્સ આ ફિલ્મને ૧૬ જૂન ૨૦૨૩ના રોજ રિલીઝ કરવા જઇ રહ્યા છે. જાે કે આ પહેલાં આવેલા ટ્રેલરે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યુ છે. આ ટ્રેલરે ઓસ્કર વિનિંગ આરઆરઆરનો પણ રેકોર્ડ તોડી દીધો છે. આ સૌથી જલદી અને સૌથી વધારે વ્યૂઝ હાસિલ કરનાર ટ્રેલર બની ચુક્યુ છે. આદિપુરુષનું ટ્રેલર રિલીઝ થયા પછી દર મિનિટે વ્યૂઝ વધી રહ્યા છે. ત્યારપછી વ્યૂઅરશિપ સાથે જાેડાયેલા કેટલાક આંકડા અનુસાર સામે આવી રહ્યા છે જેના પરથી એ વાતની જાણ થાય છે કે આ ટ્રેલરે એસએસ રાજમૌલીની ફિલ્મ આરઆરઆરનો રેકોર્ડ પણ તોડી દીધો છે. ઉલ્લેખનીય છે કે ૧૫ કલાકમાં આ બધી ભાષાઓમાં મળીને આદિપુરુષના ટ્રેલરને ૫૭.૨૦ મિલિયન વ્યૂઝ મળી ચુક્યા છે જ્યારે આરઆરઆના ટ્રેલરને ૨૪ કલાકમાં ૫૧.૧૨ મિલિયન વ્યૂઝ મળ્યા હતા. આ રીતે અત્યાર સુધીમાં સૌથી ઓછા સમયમાં સૌથી વધારે વ્યૂઝ હાસિલ કરનાર ટ્રેલર બની ચુક્યુ છે. હવે ટ્રેલર રિલીઝ થયાના ૨૧ કલાક થઇ ગયા છે ત્યાં આ વ્યૂઝ માત્ર હિન્દીમાં ૪૯ મિલિયન થઇ ચુક્યા છે. રામાયણ પર આધારિત ફિલ્મ છે?.. આદિપુરુષ મહકાવ્ય રામાયાણ પર આધારિત એક પૌરીણિક કથા પર બનેલી ફિલ્મ છે. ફિલ્મમાં પ્રભાસ ભગવાન રામના રૂપમાં, કૃતિ સૈન સીતાના રૂપમાં, સની સિંહ લક્ષ્મણના રૂપમાં અને સૈફ અલી ખાન એક રાવણના રૂપમાં છે.

Follow Me:

Related Posts