ગુજરાત રાજ્યની એન્જિનિરિંગ અને ટેકનિકલ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ટેકનિકલ કોલેજાેની ફી રેગ્યુલેશન કમિટી દ્વારા ટેકનિકલ કોલેજાેમાં ફી વધારા માટેની ર્જીંઁમાં ફેરફાર કરતા વધું સ્પષ્ટતા સાથે ફી વધારા માટે દરખાસ્ત કરવા કહ્યુ છે. એટલે કે જે કોલેજ ફી વધારો કરવા માંગતી હોય તેને ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનીકલ એજ્યુકેશન નિયત કરાયેલ ધારા ધોરણ પ્રમાણેનું મહેકમ, કર્મચારીઓને આપવામાં આવતું પગારનું ધારા ધોરણ ઉપરાંત કર્મચારીઓને લગતા કાયદાનું પાલન થતું હોય તેવી બાબતોને પણ ધ્યાનમાં લેવામાં આવશે.
સાથે જ વધુ સ્પષ્ટતા એ પણ કરવામાં આવી છે કે જે કર્મચારીઓ જે તે પદની લાયકાત માટે યોગ્યતા ધરાવતા હોય તેને પણ જાણી લેવામાં આવશે. આ ઉપરાંત મોટી અને મહત્વની બાબતે છે કે ગયા બ્લોકમાં એટલે કે ત્રણ વર્ષ દરમિયાન ખાનગી સંસ્થાઓ દ્વારા કોરોનાની પરિસ્થિતિને જાેતા ફી વધારો કરવામાં આવ્યો ન હતો. પરંતુ હવે સંચાલકોની માંગના આધારે તમામ ખાનગી કોલેજાેને બાય ડિફોલ્ટ ૫% નો ફી વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જે ખાનગી સંસ્થાઓ પાંચ ટકાથી વધારે ફી વધારો કરવામાં આવતી હોય તેમને દરખાસ્ત કરવાની રહેશે. જ્યારે માત્ર પાંચ ટકા કે તેનાથી ઓછી ફી વધારો કરવા માંગતી કોલેજાેએ એફિડેવિટ કરવાની રહેશે. ફી નિર્ધારણ સમિતિ હસ્તગત રાજ્યભરમાંથી ૬૩૯ જેટલી કોલેજાે છે, કે જેના અંદર ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા સહિત વિવિધ અભ્યાસક્રમોની ફી કષ્ઠિ – ટેકનિકલ નક્કી કરતું હોય છે.
Recent Comments