fbpx
બોલિવૂડ

અભિનેત્રી જેનિફરનું દુર્ગા સ્વરૂપ સામે આવ્યું, યૌન શોષણનાં આક્ષેપ બાદ બનાવ્યો વિડીયો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોમેડી શોના મેકર્સ પોતે આજકાલ રડી રહ્યા છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી ખોટા કારણોસર ચર્ચામાં છે. એક તરફ, જ્યારે ઘણા કલાકારોએ શો છોડી દીધો છે અને તેને રિપ્લેસ કરવામાં આવી રહ્યાં છે, તો બીજી તરફ, શોની એક અભિનેત્રીએ મેકર્સ પર ગંભીર આક્ષેપો લગાવી દીધા છે. ગુજરાતી લોકો અને આખા દેશના ફેવરિટ કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની શ્રીમતી રોશન સિંહ સોઢી એટલે કે અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલનું નામ હાલ ચર્ચાનો વિષય બની ગયું છે. કારણ કે જેનિફર મિસ્ત્રી બંસીવાલે શોના મેકર્સ અસિત મોદી પર યૌન શોષણનો ગંભીર આરોપ લગાવ્યો છે. જેને લઈને સનસનાટી મચી ગઇ છે.પિંકવિલાના સમાચાર મુજબ, અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલ દ્વારા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતાઓ પર લાગેલા યૌન શોષણના સનસનાટીભર્યા આરોપોના કારણે શોના અન્ય કલાકારો સહિત ચાહકો પણ ચોંકી ગયા છે. નોંધનીય છે કે શોના નિર્માતા અસિત મોદી પર યૌન શોષણના આરોપો સાથે જેનિફર મિસ્ત્રી બંસીવાલે શોના સેટના વાતાવરણને પુરુષ પ્રધાન પણ ગણાવ્યું હતું.તો હવે આ સમગ્ર મામલે જેનિફરનો એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં તે ખૂબ જ આક્રોશમાં એક પંક્તિ બોલતી જણાય છે. આ ફૈંડ્ઢઈર્ં માં ચુપ્પી કો મેરી કમઝોરી મત સમજના! મૈ ચૂપથી કયુંકી સલિકા હૈ મુજમે! ખુદા ગવાહ હૈ કી સચ કયા હૈ! યાદ રાખ ઉસકે ઘર મે કોઈ ફર્ક નહીં હૈ તુજમે ઔર મુજમે તારક મહેતા શોમાં ભીડેનું પાત્ર ભજવતા મંદાર ચાંદવડકરે પોતાની પ્રતિક્રિયા આપી છે. મંદારે કહ્યું કે- ‘મને ખબર નથી કે તેણે આવું કેમ કર્યું. તેમની વચ્ચે શું થયું તેની મને કોઈ જાણ નથી. આ કોઈ પુરુષ પ્રધાન સ્થળ પણ નથી. આ વાત તો ખોટી છે એવું તેમણે કહ્યું હતું.

Follow Me:

Related Posts