fbpx
બોલિવૂડ

૪૦-૫૦ દાયકામાં આ એક્ટ્રેસે નામ, સોહરત અને ધન કમાયું, પણ અંતિમ દિવસોમાં ફેંકેલું ખાવાનું ખાવા પર થઈ મજબૂર

૪૦ અને ૫૦ના દાયકામાં એક અભિનેત્રી પોતાના ડાન્સને કારણે ‘રબર ગર્લ’ તરીકે ઓળખાતી હતી. આ અભિનેત્રીનો સ્ફુર્તિલો ડાન્સ જાેઈને લોકો દંગ રહી જતા હતા. જ્યારે કોઈ ગીત પર ડાન્સ કરતી હતી અને કમર લચકાવતી હતી, તો લોકો કહેતા હતા, ‘વાહ શું નજાકત છે.’ આ રબર ગર્લના નામ પર પહેલી આઈટમ ગર્લનું ટેગ લાગેલું છે. આ બોલીવુડ અભિનેત્રીએ કેબરે ડાન્સના કારણે બોલીવુડમાં ઓળખ કમાઈ છે અને તેનું નામ કુક્કૂ મોરે છે. જેણે પોતાની જવાનીના દિવસો આલિશાન રીતે પસાર કર્યા, પરંતુ પોતાના અંતિમ સમયમાં એક રોટલી માટે પણ તરસતી હતી.પહેલાના જમાનામાં ભાગ્યે જ એવી કોઈ ફિલ્મ હતી, જેમાં કુક્કૂ મોરેનો ડાન્સ ન હોય. તે સમયે કુક્કૂ મોરે ફિલ્મોની જાન હતી અને એક ગીતની ૬,૦૦૦ રૂપિયા ફી લેતી હતી. આ રકમ આજના સમયમાં કરોડોને બરાબર છે. તેણીએ પૈસા અને દોલત તો મેળવી, પરંતુ અંતિમ દિવસોમાં રસ્તા પરથી પડેલું ખાવાનું ખાવું પડ્યું અને કેન્સર થયું તો ઈલાજ માટે પૈસા નહોતા.

અંતિમ સંસ્કારમાં પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કોઈ વ્યક્તિ હાજર નહોતી. આ અભિનેત્રીનું જીવન બર્બાદ કેવી રીતે થયું તે અંગે અહીં અમે તમને જણાવી રહ્યા છીએ.કુક્કૂ મોરે રંગીન ફિલ્મના કારણે ‘રબર ગર્લ’ થઈ હતી ફેમસ… વર્ષ ૧૯૨૮માં કુક્કૂ મોરેનો જન્મ એંગ્લો ઈન્ડિયન પરિવારમાં થયો હતો. વર્ષ ૧૯૪૬માં ફિલ્મ ‘અરબ કા સિતારા’ હિન્દી ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું, આ ફિલ્મ નાનૂભાઈ પટેલે નિર્દેશિત કરી હતી. કુક્કુ પોતાના ડાન્સના કારણે ૪૦-૫૦ના દાયકામાં તમામ ફિલ્મ મેકરની પહેલી પસંદ રહી હતી. તેણી બે વર્ષ પછી ફિલ્મ ‘અનોખી અદા’માં જાેવા મળી હતી. રંગીન ફિલ્મોનો જમાનો આવતા તે વધુ ફેમસ થઈ હતી. તે લગભગ તમામ ફિલ્મોનો ભાગ રહી ચૂકી છે. કુક્કૂ મોરેના હજારોના કપડા અને ચપ્પલ હતા… ૪૦-૫૦ના દાયકામાં ગણતરીની મિનિટના ગીત માટે કુક્કૂ મોરે ૬,૦૦૦ રૂપિયા ફી લેતી હતી, તે સમયે આ ફી ખૂબ જ વધુ ગણવામાં આવતી હતી. કુક્કૂ મોરેએ પોતાની જવાની આલીશાન રીતે જીવી હતી. તેની પાસે ૮,૦૦૦ ડિઝાઈનર ડ્રેસથી લઈને ૫,૦૦૦ ચપ્પલ સહિત એકથી એક ચડિયાતી વસ્તુઓ હતી. તે ક્યારેય પણ ડ્રેસ કે ચપ્પલ રિપીટ કરતી ન હતી.કુક્કૂ મોરેના શ્વાન પણ લક્ઝરી કારની સવારી કરતા હતા?.. શું નહિ માની શકાય આ વાત..

હીરો ફિલ્મના સેટ પર સાઈકલ લઈને પહોંચતા હતા, તે સમયે કુક્કૂ મોરે પાસે ૩ લક્ઝરી કાર હતી. કુક્કૂએ એક કાર તેના ડોગી માટે ખરીદી હતી, આ કાર ડોગીને ફિલ્મના સેટ પર ફરવા માટે લઈને આવતી હતી. બીજી કાર કુક્કૂ મોરે માટે અને ત્રીજી કાર અન્ય કામ માટે ઉપયોગમાં લેવાતી હતી. કુક્કૂ મોરેએ ૧૯૬૨માં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી નિવૃત્તિ લીધી હતી?… કેમ એવું શું થયું તે જાણો.. હેલન અને વેજયંતી માલા જેવી અનેક હિરોઈનોએ ૭૦ના દાયકામાં ડાન્સર તરીકે પોતાની ધાક જમાવી હતી. આ કારણોસર કુક્કૂ મોરેને કામ મળી રહ્યું નહોતું. જેથી કુક્કૂએ વર્ષ ૧૯૬૨માં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી નિવૃત્ત થવાનો ર્નિણય કર્યો. કુક્કૂ મોરેએ પહેલાં પૈસાની કદર ન કરી?… જાણો તેનું આ હતું કારણ… કુક્કૂ મોરે મહેમાનો પર પણ પાણીની જેમ પૈસા વાપરતી હતી. આ દરમિયાન તેમની અમીરી ચર્ચાનો વિષય બની ગઈ હતી. મુંબઈમાં લક્ઝરી બંગ્લો, જેમાં તમામ જરૂરી સામાન હતો તથા અનેક નોકર હતા. કહેવામાં આવે છે કે, જે લોકો પૈસાની કદર કરતા નથી, પૈસો પણ તેમની કદર કરતો નથી. કુક્કૂ મોરે સાથે પણ આ પ્રકારે જ થયું. કુક્કૂ મોરે ગરીબી માટે ખુદને જવાબદાર ગણતી હતી?… તે કેમ જાણો તેનું કારણ… તબસ્સુમે પોતાના શો તબસ્સુમ ટોકીઝમાં કુક્કૂ મોરે વિશે જણાવ્યું કે, તે ગરીબી માટે ખુદને જવાબદાર માનતી હતી. કુક્કૂ મોરેએ એકવાર તબસ્સુમને જણાવ્યું હતું કે, ‘એક સમયે મારી પાસે ખૂબ જ રૂપિયો હતો, પરંતુ મેં તેની કદર ન કરી અને પાણીની જેમ પૈસા વાપર્યા. મેં પૈસાને જ પ્રેમ કર્યો છે, પરંતુ જ્યારથી મે અન્નની કદર ન કરી, ત્યારથી મારા જીવનમાં પરેશાનીઓ શરૂ થઈ.

‘ કુક્કૂ મિત્રો માટે ૫ સ્ટાર હોટેલમાંથી જમવાનું મંગાવતી હતી અને પોતે પણ ખાતી હતી. જે પણ જમવાનું બચતું તે ફેંકી દેતી હતી. આ પ્રકારની બેદરકારી ભગવાનને પસંદ ન આવી અને એક દિવસ એવો પણ આવ્યો કે, તે અન્નના એક એક દાણા માટે તરસતી હતી. ૨૪ કલાક આસપાસ નોકરો રહેતા હતા અને પછી કુક્કૂ ખુદ જાતે ઘરના કામ કરતી હતી.’ઘરમાં સડેલા શાકભાજી ખાધા અને રસ્તા પર રાત પસાર કરી.. તે કિસ્સાઓ વિષે પણ જાણો.. તબસ્સુમ જણાવે છે કે, કુક્કૂ ભોજન શોધવા માટે રસ્તા પર નીકળતી હતી. પૈસા ન હોય તો કોઈ સામાન પણ આપતું નહોતું. એક સમય એવો પણ આવ્યો જ્યારે તે દુકાનની બહાર ઊભી રહીને રાહ જાેતી હતી. શાકભાજી વાળો શાકભાજી ધોઈને સડેલું ભોજન ફેંકતો તો તે ઉઠાવીને ઘરે લાવતી હતી. આ સડેલા શાકભાજીને ખાતી હતી. ગરીબીએ એવા દિવસો દેખાડ્યા કે, ભાડું આપવાનાં પણ પૈસા નહોતા.

રસ્તા પર સૂતી હતી અને ભીખમાં જે કંઈપણ મળે તેમાં જ જીવન પસાર કરતી હતી. કંઈ જ ન હોય તો તે રસ્તા પરથી ઉઠાવીને ખાવાનું ખાતી હતી.કુક્કૂ મોરેનો જીવનનો ખુબ જ દર્દનાક અંત હતો… તે જાણો.. વર્ષ ૧૯૬૩ પછી કુક્કૂ ગરીબીના કારણે લોકોથી દૂર થતી ગઈ અને ધીમે ધીમે લોકોએ પણ તેને ભૂલાવી દીધી. વર્ષ ૧૯૮૦માં કુક્કૂને કેન્સર થયું, ગરીબી એવી હતી કે, દવાના પણ પૈસા નહોતા. વર્ષ ૧૯૮૧માં કુક્કૂને ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ઈલાજ દરમિયાન કુક્કૂએ ૩૦ સપ્ટેમ્બરના રોજ અંતિમ શ્વાસ લીધો. તેમનો કોઈ પરિવાર કે બાળકો નહોતા. અંતિમ સમય માટે પણ કોઈ હાજર નહોતું. કેટલાક લોકોએ ભેગા થઈને તેમના અંતિમ સંસ્કાર કર્યા.

Follow Me:

Related Posts