fbpx
ગુજરાત

ગુજરાતમાં કાળઝાળ ગરમી, રાજ્યના ૧૬ શહેરોમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર

ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગુજરાત રાજ્યમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આકાશમાંથી અગનજ્વાળા વરસી રહી છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આજે ભીષણ ગરમી પડશે. કાળઝાળ ગરમીમાં બાળકો, સગર્ભા મહિલાઓ અને વૃદ્ધોએ બહાર નિકળવાનું ટાળવું જાેઈએ. રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા લોકોને કામ વગર બહાર ન નિકળવા અપીલ કરવામાં આવી રહી છે. આવતીકાલથી ગરમીમાં થોડી રાહત અનુભવાશે. ગુજરાત રાજ્યના ૧૬ શહેરમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર રહ્યો છે. અમદાવાદ, કંડલા, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, કેશોદ ડીસા, વલ્લભ વિદ્યાનગર અને વડોદરા સૌથી ગરમ રહ્યા છે. આ તમામ શહેરોમાં ૪૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે. ૧૧થી ૧૬ મે સુધી સૌરાષ્?ટ્રના અનેક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. ગરમીના દિવસોમાં લુની અસરથી બચવા લોકોએ હીટવેવ દરમિયાન બહાર નિકળવાનું ટાળવું જાેઈએ. શરીર અને માથું બરાબર રીતે ઢાંકીને રાખવા જાેઈએ.

સફેદ અને ખુલ્લા કપડા પહેરવા જાેઈએ. આ સાથે જ કાળઝાળ ગરમીથી બચવા માટે છત્રીનો ઉપયોગ કરવો જાેઈએ. હિટવેવ અને કાળઝાળ ગરમી દરમિયાન નાના બાળકો, સગર્ભા મહિલાઓ, વૃદ્ધ અને અશકત અને બિમાર વ્?યકિતઓએ તડકામાં ખાસ કાળજી રાખવી જાેઈએ. સીધા સુર્યપ્રકાશથી બચવા માટે વારંવાર ઠંડા પીણા પીવા, લીંબુ સરબત, છાસ અને નાળિયેરનું પાણી તેમજ ખાંડ મીઠાનું દ્વાવણ અને ઓ.આર.એસ. પીવાનું રાખવું જાેઈએ. ગરમીમાં બપોરે ૨ થી ૪ વાગ્?યા સુધીના સમય દરમિયાન ઘરેથી બહાર નીકળવાનું ટાળવું જાેઈએ. ગરમીમાં માથાનો દુખાવો,શરીરનું તાપમાન વધી જવું, તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થઇ જવું ઉલટી થવી, ઉબકા આવવા, ચકકર આવવા, બેભાન થઇ જવું અને લૂ લાગવાનાં મુખ્?ય લક્ષણો છે. આ ગરમીમાં સ્વસ્થ રહેવા માટે કાચી કેરી, ગુલાબ, ખસ અને કાળી દ્વાક્ષનું સરબત, રાત્રિ દરમિયાન કાળી દ્વાક્ષ સેવન કરવું જાેઈએ.

Follow Me:

Related Posts