કર્ણાટકના નવા ઝ્રસ્ ની રેસમાં સિદ્ધારમૈયા અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડી કે શિવકુમાર સૌથી આગળ
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે શાનદાર જીત બાદ હવે કોણ કર્ણાટકના મુખ્યમંત્રી બનશે એ મુદો ચર્ચામાં છે. પસંદગી માટે દિલ્હી કોંગ્રેસ દ્વારા ત્રણ નેતાઓ નિરીક્ષક તરીકે નિમણૂક કરાઇ છે. જેમાં ગુજરાતના નેતાનો પણ સમાવેશ થયો છે. દક્ષિણ ભારતના પ્રવેશ દ્વારા ગણાતા કર્ણાટક રાજ્યના વિધાનસભા ચૂંટણી સંપન્ન થઈ ગઇ અને પરિણામ સામે આવી ગયું છે. કર્ણાટકમાં કોંગ્રેસ ઐતિહાસિક જીત મેળવી સત્તા પર આરુઢ થશે. પરંતુ કર્ણાટકના નવા સીએમની પસંદગી માટે દિલ્હી કોંગ્રેસ દ્વારા ત્રણ નેતાઓ નિરીક્ષક તરીકે નિમણૂક કરાઇ છે. જેમાં ગુજરાતના નેતાનો પણ સમાવેશ થયો છે. ગુજરાતના કોંગ્રેસ નેતા દિપક બાબરીયા ત્રણ સભ્યની બનેલી કમિટીમા લેવામાં આવ્યા છે. કોગ્રેસના સંગઠન મહામંત્રી કે સી વેણુગોપાલ દ્વારા ટિ્વટ કરી આ અંગે માહિતી આપવામાં આવી છે. કર્ણાટક રાજ્યના નવા સીએમ કોણ હશે, તે અંગે હજુ સસ્પેન્સ યથાવત છે. કોંગ્રસના બે દિગ્ગજ નેતા સીએમ પદની રેસમાં આગળ ચાલી રહ્યા છે. હાલમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયા અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડી કે શિવકુમાર આ રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે શાનદાર જીત બાદ હવે કોણ કર્ણાટકના મુખ્યમંત્રી બનશે એ મુદો ચર્ચામાં છે.
કર્ણાટકના નવા મુખ્યમંત્રી નામ નક્કી કરવા માટે મોડી સાંજે ચૂંટાયેલા કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. આ બેઠકમાં ર્નિણય આવશે કે કોંગ્રેસ પક્ષ સીએમ પદનો કળશ ક્યા નેતા પર નાખશે છે. કારણ કે આ વખતે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી છે. પાર્ટીએ રાજ્યમાં ૨૨૪ વિધાનસભા બેઠકો સાથે ૧૩૬ બેઠકો જીતી છે. હવે કર્ણાટકના નવા સીએમને લઇ કોંગ્રેસ પાર્ટીમાં મંથન શરૂ થઇ ગયુ છે. હાલમાં કર્ણાટકના સીએમ પદની રેસમાં સિદ્ધારમૈયા અને ડી કે શિવકુમાર આગળ ચાલી રહ્યા છે. ડી કે શિવકુમાર કર્ણાટકના પ્રદેશ અધ્યક્ષ છે. જ્યારે પૂર્ણ સીએમ સિદ્દારમૈયા કર્ણાટકના મોટા નેતા માનવામાં આવે છે. ત્યારે આ સ્થિતિ પહોચી વળવા માટે દિલ્હી હાઇ કમાન્ડ દ્વારા ૩ નિરીક્ષકોની નિમણૂક કરાઇ છે. કોંગ્રેસના સંગઠન મહામંત્રી કે સી વેણુગોપાલ દ્વારા ટિ્વટ કરી માહિતી અપાઇ છે કે કર્ણાટક વિધાનસભા કોંગ્રસ ધારાસભ્ય દળના નેતા તરીકે કોને પસંદ કરવા તે માટે ૩ સભ્ય નિમણૂક કરાઇ છે. જેમાં મહારાષ્ટ્રના પૂર્વ સીએમ સુશિલકુમાર શિંદે, મહાંત્રી જીતેન્દ્રસિંહ અને પૂર્વ મહામંત્રી દિપકભાઇ બાબરિયાને નવા લીડર પસંદ કરવા નિરીક્ષક તરીકે નિમણૂક કરાઇ છે.
Recent Comments