વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ અમરેલી દ્વારા ગૌરવશાળી ગુજરાતી તરીકે ગુજરાત સ્થાપના દિવસના અનેરા અવસરે જિલ્લા કલેકટર શ્રી અજય દહીયા સાહેબને ગૌરવશાળી ગુજરાતી તરીકે પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા વિવિધ ક્ષેત્રે પોતાનું અનેરું યોગદાન આપતા હોય તેવા વિવિધ સંસ્થાઓના સંચાલકો તરીકે સેવાકીય કાર્યો કરતા હોય કે પછી સમાજને માર્ગદર્શીત કરતા હોય, વિવિધ ક્ષેત્રોમાં સાહિત્ય કલા કે અન્ય કોઈ વિષયો સાથે જોડાયેલા હોય તેવા આગેવાનો ને સન્માનિત કરવાનો એક કાર્યક્રમ દર વર્ષે ગુજરાત સ્થાપના દિવસ અંતર્ગત મે મહિનામાં આયોજિત થતો હોય છે. તે અંતર્ગત અમરેલી જિલ્લા કલેકટર શ્રી અજય દહીયા સાહેબને સન્માનિત કરવામાં આવ્યા છે. આ તકે વિશ્વ ગુજરાતી સમાજ અમરેલી જિલ્લા યુથ વિંગના કન્વીનર રિતેશ સોની, અમરેલી જિલ્લા એડવાઈઝર કમિટી મેમ્બર રામદેવસિંહ ગોહિલ, જી.જી.બેન ફોરવર્ડ ગર્લ્સ હાઇસ્કુલ ના પ્રિન્સિપાલ શ્રી રોહિતભાઈ મહેતા, ખોડલધામ જિલ્લા યુવા સમિતિના સહ કન્વીનર શ્રી રાજેશભાઈ ગઢીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ અમરેલી દ્વારાઅમરેલી જિલ્લા કલેકટર અજય દહીંયા સાહેબનું સન્માન કરાયું

Recent Comments