રાષ્ટ્રીય

પ્રેમીકાની મુલાકત બની ‘આખરી મુલાકાત’, લોકોએ પ્રેમીનું ઢીમ ઢાળી દીધું

પોતાના પ્રેમ ખાતર યુવાનો કોઈ પણ જાતના જાેખમ લઈ લેવા તૈયાર થતાં હોય છે. પછી ભલેને વાત પોતાના જીવા પર આવીને જ કેમ ન ઊભી રહે? આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં એક પ્રેમીને પોતાની પ્રેમિકાની મુલાકાત બદલ પોતાનો જીવા ગુમાવવાનો વારો આવ્યો છે. યુવાન પ્રેમી પોતાના મિત્ર સાથે પોતાની પ્રેમિકાના ગામમાં તેને મળવા જાય છે. પરંતુ ગામ લોકોને આ વાતની ખબર પડી જતાં યુવાન પ્રેમી અને તેના મિત્રને એવો માર માર્યો કે, પ્રેમીનું મૃત્યુ નીપજયું અને સાથે આવેલા મિત્રની હાલત ગંભીર કરી નાખી હતી. ઝાકિર ખાન તેના મિત્ર મુસાફર ખાન સાથે રવિવારે જસવંતસર નજીક એક યુવતીને મળવા આવ્યો હતો. ગ્રામજનોએ તેને યુવતી સાથે જાેઈને પૂછપરછ કરી તો તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહીં. આના પર લોકોએ બંને યુવકોને માર મારવાનું શરૂ કર્યું. મોડી રાત સુધી બંને યુવકોને માર મારવામાં આવ્યો હતો. બાદમાં હુમલાખોરોએ બંનેને ગામથી દૂર અવાવરુ જગ્યામાં ફેંકી દીધા હતા. પોલીસને સવારે લગભગ ૪.૩૦ વાગ્યે આ ઘટનાની માહિતી મળી હતી. આના પર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બંનેને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કર્યા. ઝાકીરને ત્યાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મુસાફરને પ્રાથમિક સારવાર આપતી વખતે તેને જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. પીબીએમના ટ્રોમા સેન્ટરમાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસે ઝાકીરના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને તેના પરિવારજનોને સોંપી દીધું છે. આપને જણાવી દઈએ કે આ બનાવ રાજસ્થાનના એક જસવંતસર નામના ગામનો છે. મામલાની ગંભીરતા જાેઈને પોલીસ અધિક્ષક તેજસ્વની ગૌતમ પણ મહાજન પાસે પહોંચ્યા હતા. સમગ્ર ઘટનાની માહિતી લઈને આરોપીઓની શોધ અને કેસની તપાસ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઘટનાને લઈને વધુ કોઈ હોબાળો થાય કે કેમ તે અંગે પોલીસ ચાંપતી નજર રાખી રહી છે. આરોપીઓની શોધમાં પોલીસ તેમના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડી રહી છે. પરંતુ હાલમાં તેમનો કોઈ પત્તો લાગ્યો નથી.

Related Posts