fbpx
રાષ્ટ્રીય

બંગાળમાં ૩૬,૦૦૦ શિક્ષકોએ ગુમાવી નોકરી, મમતા બેનર્જીએ કહ્યું,”અમે તમારી સાથે છીએ”

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ સોમવારે જણાવ્યું હતું કે, તેમની સરકાર રાજ્ય દ્વારા પ્રાયોજિત અને સહાયિત શાળાઓમાં લગભગ ૩૬,૦૦૦ પ્રાથમિક શિક્ષકોની નિમણૂકોને રદ કરવાના કલકત્તા હાઇકોર્ટના આદેશને પડકારશે. બેનર્જીએ નોકરી ગુમાવનારા શિક્ષકોને કહ્યું કે, તેઓ અને તેમના પરિવારના સભ્યોએ દુઃખી ન થવું જાેઈએ કારણ કે, રાજ્ય સરકાર તેમની સાથે છે. મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો હતો કે, રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા તેમના ડીએ (મોંઘવારી ભથ્થા)માં વધારો કરવાની અને તેને કેન્દ્ર સરકારના કર્મચારીઓની બરાબરી પર લાવવાની માંગણીના આંદોલનને કારણે શિક્ષકોએ તેમની નોકરી ગુમાવી દીધી છે. બેનર્જીએ રાજ્ય સચિવાલયમાં પત્રકારોને કહ્યું, “આ ૩૬,૦૦૦ (શિક્ષકો) કે જેમણે નોકરી ગુમાવી છે, તેમના પરિવારો અમને વિનંતી કરી રહ્યા છે. મને બહુ ખરાબ લાગે છે. અમે બેન્ચનો સંપર્ક કરવાનો ર્નિણય લીધો છે.” કલકત્તા હાઈકોર્ટે શુક્રવારે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા પ્રાયોજિત અને સહાયિત શાળાઓમાં ૩૬,૦૦૦ પ્રાથમિક શિક્ષકોની નિમણૂક રદ કરવાનો ચુકાદો આપ્યો હતો, કારણ કે, તેમની નિમણૂક યોગ્ય પ્રક્રિયાને અનુસર્યા વિના કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ કહ્યું, “ઉદાસ ન થાઓ. યાદ રાખો કે અમારી સરકાર તમારી સાથે છે. તે અમારી જવાબદારી છે, અને અમે આ મામલાને કાયદાકીય માધ્યમથી લડીશું. અગાઉ, કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ પ્રાથમિક શિક્ષણ બોર્ડને પ્રાથમિક શિક્ષકોની નિમણૂંકો રદ કરવાના આદેશને પડકારવાની મંજૂરી આપી હતી. બોર્ડના વકીલ લક્ષ્મી ગુપ્તાએ જસ્ટિસ સુબ્રત તાલુકદાર અને જસ્ટિસ સુપ્રતિમ ભટ્ટાચાર્યની ડિવિઝન બેંચ સમક્ષ આ મામલો મૂક્યો હતો અને જસ્ટિસ અભિજિત ગંગોપાધ્યાયની સિંગલ બેન્ચના ૧૨ મેના ર્નિણયને પડકારવાની મંજૂરી માગી હતી. બેન્ચે બોર્ડને અપીલ દાખલ કરવાની મંજૂરી આપી હતી.

Follow Me:

Related Posts