જામનગર તાલુકાના કોંજા ગામે રહેતા અને ખેત મજૂરી કરતાં ભાનુબહેન ભાયાભાઈ માટીયા નામના સગર્ભા ડિસેમ્બર-૨૦૨૨માં જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ફેમેલી પ્લાનિંગના ઓપરેશન અર્થે ગયા હતા. જ્યાં તપાસ દરમિયાન ડોકટરોને જાણવા મળ્યું કે સગર્ભાના ગર્ભમાં ત્રણ બાળકો છે અને ૨-૩ વખત તેણીએ પિલ્સનો પણ ઉપયોગ કર્યો છે. માટે તેણીને સારવાર માટે હિસ્ટ્રેટકટોમી કરાવવી પડશે. અને દર્દીને હોસ્પિટલ માં દાખલ થવા માટે કહેવામાં આવ્યું પરંતુ તે ગભરાઈ ને ઘરે પરત જતા રહ્યા હતા.બાદમાં મે મહિનામાં ભાનુબહેનને રાત્રે ૧૦ વાગ્યે દુખાવો ઊપડતાં જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સગર્ભા મલ્ટી પારા હોઈ જાેખમી સગર્ભા તરીકે ડીલીવરી સમયે બ્લડની તાત્કાલિક જરૂર પડતા દર્દીએ મોટી ભલસાણ આરોગ્ય કેન્દ્રના ( હ્લૐઉ ) ફીમેલ હેલ્થ કાર્યકર શીતલબેન ગોસાઈને ફોન કરી બ્લડની તાત્કાલિક જરૂર અંગે જણાવ્યું. આરોગ્ય કાર્યકર બહેન અને તેના મોટા ભાઈ મનુભાઈ મહેતા રાત્રે ૧૧ઃ૦૦કલાકે તાત્કાલિક જીજી હોસ્પિટલ ગયા અને બ્લડ ડોનેટ કર્યું. સગર્ભાની રાત્રે ૧૨ઃ૫૦ વાગ્યે ડીલીવરી થઇ અને હાલ માતા અને બાળક બંને નોર્મલ છે. આ જાેખમી સગર્ભાને આરોગ્ય કાર્યકરે રાત્રે તાત્કાલિક બ્લડ ડોનેટ કરી સમાજ સેવાનું ઉતમ ઉદાહરણ પૂરું પાડી રકતદાન મહાદાનનું સૂત્ર સાર્થક કર્યું છે.
જામનગરમાં સગર્ભા મહિલાને રક્તની જરુર પડતા આરોગ્ય કાર્યકરે રક્તદાન કર્યું

Recent Comments