fbpx
અમરેલી

જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ

જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સંચારી રોગ, વોટર બોર્ન, વેક્ટર બોર્ન ડિસીઝ ઉપરાંત કોવિડ-૧૯ રસીકરણ વિષયક વિસ્તૃત સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે નિયમિત રીતે પાણીના ક્લોરીનેશન કામગીરી બાબતે જિલ્લા કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી.  જિલ્લામાં હાલની પરિસ્થિતિએ સંચારી રોગની દ્રષ્ટિએ કોઈ રોગચાળો ફેલાયેલો નથી. હાલમાં પૂરતા પ્રમાણમાં ક્લોરિનેશન માટે ટેબ્લેટ સહિતનો સ્ટોક ઉપલબ્ધ છે. હાલમાં પાણીજન્ય રોગચાળો પણ નોંધાયેલ નથી. જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા શહેરી અને ગ્રામ્ય કક્ષાએ વાહકજન્ય રોગ અટકાયતી પગલા જેમ કે, સફાઇ ઝુંબેશ ચલાવવી અને મોનિટરિંગ, પાણીની પાઇપલાઇન રીપેરિંગ, કોમન પ્લોટમાં અને અન્ય જગ્યાએ પાણી ભરાતુ અટકાવવું, મચ્છર ઉત્પત્તિ સ્થાનોને દૂર કરવા, ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન, શાળાઓમાં આરોગ્ય વિષયક પ્રદર્શનોના માધ્યમથી બાળકોને રોગ કેવી રીતે ફેલાઇ તેની સમજ આપવી,જન જાગૃત્તિ અભિયાન વગેરે પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવતી હોય છે.  બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. આર.એમ.જોષી, જિલ્લાના તમામ તાલુકા હોલ્થ ઓફિસરશ્રીઓ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીઓના પ્રતિનિધિ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts