Cannes ૨૦૨૩ના રેડ કાર્પેટ પર સારા અલી ખાનનો દેશી લુકમાં રોયલ અંદાજ

દેશી ગર્લ સારા અલી ખાનના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ લૂકના ખૂબ વખાણ થઈ રહ્યા છે. એક્ટ્રેસ કાન્સ રેડ કાર્પેટ પ્રેઝન્સમાં સૌથી હટકે દેખાતી હતી. તેણે દુલ્હનની જેમ તૈયરા થઇને રેડ કાર્પેટ પર ગ્રાન્ડ એન્ટ્રી લીધી હતી. સારાએ તેના કાન્સ ડેબ્યૂ માટે અબુ જાની-સંદીપ ખોસલાએ ડિઝાઇન કરેલો આઇવરી લહેંગા પહેર્યો હતો. એક્ટ્રેસે તેના વાળનો બન બનાવ્યો હતો અને દુપટ્ટાને તેમાં પિન કરીને રાખ્યો હતો. સારા અલી ખાને ભારતની એક ઝલક રજૂ કરતા કાન્સના રેડ કાર્પેટ પર તેના ડેબ્યુ લુકથી ઇમ્પ્રેસ કર્યા. તેણે મિનિમલ મેક-અપ કર્યો હતો અને તેના આઇટફિટથી તેની સુંદરતામાં ચાર ચાંદ લાગી રહ્યાં હતાં. સારાએ સ્ટેટમેંટ ડ્રોપ ઇયરિંગ્સ સાથે પોતાનો લુક કંપ્લીટ કર્યો હતો. સારા ખરેખર એકદમ ખૂબસૂરત લાગી રહી હતી. સારાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે અને ફેન્સ વિદેશી ધરતી પર એક્ટ્રેસના ટ્રેડિશનલ લુકના ભરપેટ વખાણ કરી રહ્યાં છે. સારા અલી ખાનનો વિદેશી ધરતી પર દેશી અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આમ તો સારાને ઇન્ડિયન લુક વધુ પસંદ છે. સારા અલી ખાનના ઇન્ડિયન અવતારને ફેન્સ પણ ખૂબ જ પસંદ કરે છે. સારા અલી ખાનને બોલિવૂડની નમસ્તે ગર્લ કહેવામાં આવે છે. સારા અલી ખાન જલ્દી જ ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’માં જાેવા મળશે. આ ફિલ્મમાં તે વિક્કી કૌશલ સાથે સ્ક્રીન શેર કરતી જાેવા મળશે.
Recent Comments