fbpx
ગુજરાત

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટનું થ્રીડી મેપિગ કરાશે

અમદાવાદમાં યોજાનાર ભગવાન જગન્નાથની ૧૪૬મી રથયાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કારણ કે, આ વખતે અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રા કંઈક અનોખી હશે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રથયાત્રાના રૂટનું થ્રીડી મેપિગ કરાવવામાં આવશે. સમગ્ર રૂટ, રૂટ પર આવતા ધાબા વગેરે લોકેશનનું થ્રીડી મેપીંગ કરાશે. ઇતિહાસમાં પ્રથમ વખત રથયાત્રાનું ડોક્યુમેન્ટેશન કરાશે. તમને જણાવી દઈએ કે, રથયાત્રા દરમિયાન રાજ્યની પોલીસનો સૌથી મોટો બંદોબસ્ત હોય છે. ખાનગી એજન્સી અથવા શૈક્ષણિક સંસ્થા પાસે ડોક્યુમેન્ટેશન કરાવાશે. મંગળવારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો છે. ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે હર્ષ સંઘવીએ બેઠક કરી હતી. નોંધનીય છે કે, પુરીની જેમ અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રામાં લાખોની સંખ્યામાં લોકો ભાગ લેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/