ગુજરાતની ભાજપ સરકારમાં અનેક વખત સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર ફૂટ્યા અને પરીક્ષાઓ મૂલતવી રખાય અથવા તારીખો ફેરવવી પડી એટલે ગુજરાતના લાખો શિક્ષિત યુવાનો જે બેરોજગાર છે એવા લોકોને નોકરી મેળવવાના સપના ઉપર પાણી ફરી વળતું હોય છે એટલે આવી ઘટનાઓને યુવા નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા ઉજાગર કરવામાં આવેલી અને વારંવાર પેપર ફૂટવા બાબતેની ઘટનાઓમાં સરકારશ્રીનું ધ્યાન દોરવામાં આવેલ છતાં પણ સરકારે કોઈ નક્કર પગલાં લઈ અને આવી ઘટનામાં સંડોવાયેલ કોઈ મોટા માથાઓને આજ દિવસ સુધી સજા કરી નથી કે જેલ ભેગા કરેલ નથી..
તાજેતરમાં જ ડમી ઉમેદવાર પરીક્ષામાં બેસેલ હોવાનો યુવરાજસિંહ જાડેજા દ્વારા ભાંડો ફોડવામાં આવેલ છતાં પણ આમાં સંડોવાયેલ કોઈ મોટા માથાઓને આજ દિવસ સુધી પકડેલ કે જેલમાં પુરેલ નથી.. અને આ બધા કૌભાંડોને ઉજાગર કરનાર યુવા વિદ્યાર્થી ના નેતા યુવરાજસિંહ જાડેજા ઉપર કાર્યવાહી કરવામાં આવેલ અને તેમની ધરપકડ કરવામાં આવી અને એમની ઉપર કેસ કરેલ છે.. આ બાબતે આજરોજ અમરેલી આમ આદમી પાર્ટી દ્વારા કલેકટર સાહેબ શ્રી ને આવેદનપત્ર આપવામાં આવેલ. જેમાં જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયા તેમજ આગેવાનો ભાર્ગવભાઈ મહેતા કેવિન ભાઈ ગજેરા પુનિતભાઈ મોરઝરીયા જેકે સોહલીયા નિલેશભાઈ મહેતા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
અમરેલી આમ આદમી પાર્ટી દ્વારા ભાવનગરના ડમી કાંડ મુદ્દે કલેકટર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

Recent Comments