વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્વનો છ દિવસનો વિદેશ પ્રવાસ આજથી એટલે કે ૧૯મી મેથી શરૂ થઈ રહ્યો છે. પીએમ મોદી પહેલા જાપાન જશે, જ્યાં તેઓ જી-૭ બેઠકમાં ભાગ લેશે. આ બેઠક જાપાનની અધ્યક્ષતામાં યોજાઈ રહી છે. આ પછી વડાપ્રધાન પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયા જશે. પ્રવાસ માટે રવાના થતા પહેલા વડાપ્રધાને કહ્યું હતું કે તેઓ ય્-૭ બેઠકમાં ભાગ લેવા અને જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાને મળવા આતુર છે. આ સાથે તેણે પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેવાની યોજના વિશે પણ માહિતી આપી હતી. વડાપ્રધાન દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જાપાનના વડાપ્રધાન ફુમિડો કિશિદાના આમંત્રણ પર તેઓ જાપાનની અધ્યક્ષતામાં યોજાનારી જી-૭ સંમેલનમાં ભાગ લેવા માટે હિરોશિમા જવા રવાના થશે. ભારત-જાપાન સમિટ પછી જાપાનના વડા પ્રધાન કિશિદાને મળવાનો આનંદ થશે. ય્-૨૦માં ભારતના પ્રમુખપદનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને ય્-૭ બેઠકમાં તેમની હાજરીને મહત્વપૂર્ણ ગણાવી હતી. હું ય્-૭ દેશો અને અન્ય આમંત્રિત ભાગીદારો સાથે વિશ્વ સામેના પડકારો અને તેને સામૂહિક રીતે સંબોધિત કરવાની જરૂરિયાત અંગે વિચારોની આપલે કરવા આતુર છું, એમ તેમણે ઉમેર્યું.
આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન હિરોશિમા ય્-૭ સમિટમાં ભાગ લેનારા કેટલાક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. વડાપ્રધાને કહ્યું કે જાપાનથી તેઓ પાપુઆ ન્યુ ગિની જશે. કોઈ ભારતીય વડાપ્રધાનની પાપુઆ ન્યુ ગિનીની આ પ્રથમ મુલાકાત હશે. ૨૨ મેના રોજ, વડાપ્રધાન મોદી પાપુઆ ન્યુ ગિનીના વડાપ્રધાન જેમ્સ મારાપે સાથે સંયુક્ત રીતે ફોરમ ફોર ઈન્ડિયા પેસિફિક આઈલેન્ડ કોઓપરેશનના ત્રીજા સમિટનું આયોજન કરશે. બધા ૧૪ પેસિફિક ટાપુ દેશો (ઁૈંઝ્રજ)એ આ મહત્વપૂર્ણ સમિટમાં ભાગ લેવાનું આમંત્રણ સ્વીકાર્યું છે. આ ફોરમ ૨૦૧૪માં વડાપ્રધાનની ફિજીની મુલાકાત દરમિયાન શરૂ કરવામાં આવી હતી. વડાપ્રધાને જણાવ્યું છે કે તેઓ પાપુઆ ન્યૂ ગિનીના ગવર્નર જનરલ અને વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે. નિવેદનમાં પીએમ મોદીએ વધુમાં કહ્યું છે કે તેઓ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અલ્બનજીના આમંત્રણ પર સિડની જશે. અહીં બંને દેશોના ટોચના નેતાઓ દ્વિપક્ષીય બેઠક યોજશે, જેમાં બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે ચર્ચા કરવામાં આવશે. આ સાથે પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના સીઈઓ અને બિઝનેસ લીડર્સ સાથે વાતચીત કરશે અને સિડનીમાં એક ખાસ કાર્યક્રમમાં ભારતીય સમુદાયને મળશે.
Recent Comments