fbpx
રાષ્ટ્રીય

પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સહિત ૫૦૦ અમેરિકીઓ પર મુક્યો પ્રતિબંધ

રુસે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સહિત ૫૦૦ નાગરિકોના દેશમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. રુસી વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે તાજેતરમાં વોશિંગ્ટન દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રતિબંધોના જવાબમાં માસ્કોએ આ કાર્યવાહી કરી છે. મંત્રાલય તરફથી એ પણ જણાવવામાં આવ્યું છે કે રુસ દ્વારા વોલ સ્ટ્રીટ જનરલના રિપોર્ટર ઇવાન ગેર્શકોવિચ માટે કાઉન્સિલર એક્સચેન્જની અમેરિકાની અપીલને પણ અસ્વીકાર કરી દીધી છે. આ રિપોર્ટરની ધરપકડ માર્ચ મહિનામાં જાસુસીની શંકા હેઠળ કરવામાં આવી હતી. એક સત્તાવાર નિવેદન જાહેર કરીને માસ્કોએ જણાવવામાં આવ્યું હતું કે તાજેતરમાં જ જ્યારે વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ સંયુક્ત રાષ્ટ્ર જઈ રહ્યા હતા ત્યારે અમેરિકાએ તેમની સાથે યાત્રા કરનાર મીડિયા કર્મચારીને વિઝા આપવાથી ઇનકાર કર્યો હતો જેના જવાબમાં રુસ દ્વારા આ ર્નિણય લેવામાં આવ્યો છે. નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે વોશિંગ્ટનેએ પહેલા જ શીખી લેવાની જરૂર હતી કે રુસ સામે શત્રુતા પૂર્ણ હુમલો ખાલી જવા દેવામાં નહીં આવે. આ પહેલા શુક્રવારે અમેરિકાએ રુસ વિરુદ્ધ ૩૦૦ થી વધુ પ્રતિબંધ લગાવવાની ઘોષણા કરી હતી. જેનો ઉદ્દેશ યુક્રેન પર આક્રમણ માટે રુસને દંડિત કરવાનો અને કઠોર પ્રતિબંધો લગાડવાનો હતો. અમેરિકી ટ્રેઝરી સચિવ જેનેટ યેલેને જણાવ્યું હતું કે પુતીનની બરબર્તા અને આક્રમણ કરવાની ક્ષમતા પર કંટ્રોલ કરવા માટે આ પ્રતિબંધ લગાડવામાં આવ્યા છે. ટ્રેજરી વિભાગે એમ પણ કહ્યું હતું કે તેમણે ૨૨ લોકો અને ૧૦૪ સંસ્થાઓ પર ૨૦ વધુ દેશો માટે પ્રતિબંધ લગાવ્યા છે. જેમાં એ કંપનીઓનો પણ સમાવેશ થાય છે જે રુસમાં ઈલેક્ટ્રોનિક્સ સામાન, સેમી કંડક્ટર્સ, માઈક્રો ઈલેક્ટ્રોનિક ઈંપોર્ટ કરે છે અથવા તો બનાવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/