કેન્દ્ર સરકાર બનાવવા જઈ રહી છે ૮ નવા શહેર
જેવી રીતે દેશના કેટલાય મોટા શહેરોમાં વસ્તી સતત વધી રહી છે અને તેનો બોજ વધતો જાય છે, તેને જાેતા કેન્દ્ર સરકાર ૮ નવા શહેર બનાવવા જઈ રહી છે. વરિષ્ઠ અધિકારીએ ગુરુવારે કહ્યું કે, દેશમાં હાલમાં અર્બન સેન્ટર્સ પર વસ્તીનો બોજ વધતો જાય છે, તેથી તેના માટે ૮ નવા શહેરોને વિકસિત કરવા પર વિચાર કરી રહ્યા છે. કેન્દ્રીય શહેરી તથા આવાસ વિભાગ જી ૨૦ યૂનિટના ડીરેક્ટર એમબી સિંહે કહ્યું કે, ૧૫માં નાણા આયોગે પોતાના રિપોર્ટમાં પ્રસ્તાવ આપ્યો છે કે, નવા શહેરોને તૈયાર કરવા જાેઈએ. નાણા આયોગના પ્રસ્તાવ બાદ રાજ્યોએ કેન્દ્રને ૨૬ શહેરોનો પ્રસ્તાવ મોકલ્યો છે. તેમની સમીક્ષા બાદ ૮ નવા શહેરોને વિકસિત કરવા પર વિચાર કરી રહ્યા છે. એમબી સિંહે આગળ કહ્યું કે, જ્યારે આ શહેરોને વિકસિત કરવામાં આવશે, તો સામાજિક, આર્થિક ગતિવિધિઓ ખૂબ જ ઝડપી થઈ જશે. લગભગ ૨૦૦ કિમીના દાયરામાં તમામ ગતિવિધિઓને નવી ઝડપ મળશે. જાે કે, હાલમાં આ શહેરોને લઈને નાણાકીય રોડમેપ તૈયાર નથી કર્યો. આ શહેરોને વસાવવાનો કેટલો ખર્ચ આવશે, તેની યોજના શું હશે, તેને સરકાર તરફથી કોઈ ર્નિણય હજુ લેવાયો નથી. એમબી સિંહે કહ્યું કે, આ પ્રોજેક્ટમાં કેન્દ્ર સરકારની મોટી ભૂમિકા હશે.
Recent Comments