ગુજરાત

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. તેમણે દ્વારકાથી ગુજરાત પ્રવાસની શરુઆત કરી છે. અમિત શાહે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીષ નમાવી દર્શન કર્યા હતા. અમિત શાહે ભગવાન દ્વારકાધીશની પાદુકાનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યાં હતા. જે પછી દ્વારકામાં નેશનલ એકેડમી ફોર કોસ્ટલ પોલીસિંગ કચેરીનું ખાતમુહૂર્ત કર્યુ છે. મોજપ ગામમાં ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યુ હતુ કે સેનાના માધ્યમથી જ આજે દેશ સુરક્ષિત છે. અમિત શાહે તેમના સંબોધનમાં જણાવ્યુ હતુ કે, દ્વારકા એટલે દેશનો પ્રવેશ દ્વાર.દ્વારકામાં નેશનલ એકેડમી શરુ કરવી એક પડકાર હતો.કોંગ્રેસના શાશનમાં પોરબંદર દાણચોરીનું કેન્દ્ર હતુ. જાે કરે મોદી સરકારના રાજમાં દરિયાકિનારાઓ સુરક્ષિત થયા છે. મુંબઇમાં આતંકી હુમલા પછી દરિયાકિનારાઓ પર સુરક્ષા વધુ સઘન કરાઇ છે.

Related Posts