fbpx
રાષ્ટ્રીય

દિલ્હીમાં ટ્રાન્સફર પોસ્ટિંગને લઈને કેન્દ્ર દ્વારા વટહુકમ, કેજરીવાલે પીએમ મોદીનું ૧૦ વર્ષ જૂનું ટ્‌વીટ શેર કર્યું

કેન્દ્ર સરકારે દિલ્હીમાં (ડ્ઢીઙ્મરૈ) ટ્રાન્સફર પોસ્ટિંગના અધિકારને લઈને વટહુકમ બહાર પાડ્યો છે, જેના પર રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કરી રહ્યા છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ વટહુકમને લઈને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. કેજરીવાલે પીએમ મોદીનું ૧૦ વર્ષ જૂનું ટ્‌વીટ શેર કર્યું છે અને પૂછ્યું છે કે તેઓ આ વટહુકમ કેમ લાવ્યા. દેશની રાજધાનીમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે મુકાબલાની સ્થિતિ છે. દિલ્હીમાં ટ્રાન્સફર પોસ્ટિંગને લઈને કેન્દ્ર દ્વારા વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી આ વટહુકમનો વિરોધ કરી રહી છે. આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે જ્યારે સુપ્રીમ કોર્ટે ટ્રાન્સફર પોસ્ટિંગ પર પોતાનો ચુકાદો આપી દીધો છે તો પછી આ વટહુકમ કેમ લાવવામાં આવ્યો. પીએમ મોદી પર નિશાન સાધતા કેજરીવાલે કહ્યું હતું કે દેશના પીએમ બંધારણનું પાલન કરતા નથી.

દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલને મળશે. કહેવામાં આવી રહ્યું છે કે સીએમ નીતિશ કુમાર આજે અરવિંદ કેજરીવાલના ઘરે જશે. અહીં બંને નેતાઓની મુલાકાત થશે. બિહારના સીએમ નીતીશ કુમાર આ દિવસોમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ વિપક્ષને એકજૂટ કરવામાં વ્યસ્ત છે. તેઓ સતત વિરોધ પક્ષોના નેતાઓને મળી રહ્યા છે. વર્ષ ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. નીતીશનું માનવું છે કે તમામ પક્ષોએ ભાજપ સામે એક થઈને આ વખતે ચૂંટણી લડવી જાેઈએ, જેથી તેમને કારમી હાર અપાવી શકાય. આ પહેલા સીએમ નીતિશ કુમાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પણ મળી ચૂક્યા છે. તે જ સમયે, નીતિશ કુમારે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સાથે મુલાકાત કર્યા બાદ વિપક્ષી એકતા માટે હાકલ કરી હતી. ગત શનિવારે નીતીશ કર્ણાટકના પ્રવાસે હતા. જ્યાં તેમણે સીએમ સિદ્ધારમૈયાના શપથ ગ્રહણમાં ભાગ લીધો હતો. નીતિશ કુમારના આ ઠરાવને બિહારના ઉપમુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવનું સમર્થન પણ મળ્યું છે.

Follow Me:

Related Posts