fbpx
બોલિવૂડ

જાન્હવીના આ ગ્લેમરસ સ્વેગને જાેઈને નેટિઝન્સ તેને મરમેઈડ તરીકે બિરદાવી

જાન્હવી કપૂરે દરિયા કિનારા અને સ્વમિંગ પુલમાં સંખ્યાબંધ ફોટોશૂટ કરાવ્યા છે. જાન્હવીના આ ગ્લેમરસ સ્વેગને જાેઈને નેટિઝન્સ તેને મરમેઈડ તરીકે બિરદાવવા મચી પડે છે. જાન્હવીએ રીલ લાઈફમાં લિટર મરમેઈડનો રોલ કરીને પોતાને મળેલા આ ઉપનામને સાચું કરી બતાવ્યું છે. જાન્હવીએ ‘ધ લિટલ મરમેઈડ’ના પ્રમોશન માટે નવો લૂક શેર કર્યો છે. ‘ધ લિટર મરમેઈડ’ ૨૬મેના રોજ રિલીઝ થવાની છે, જેમાં જાન્હવીએ પ્રિન્સેસ એરિઅલનો રોલ કર્યો છે. જાન્હવીના મરમેઈડ લૂકને પહેલી વાર જાેયા બાદ અનેક લોકો ફિલ્મ જાેવા ઉત્સુક છે. નવા વીડિયોમાં જાન્હવીએ સુંદર જલપરીનો રોલ કર્યો છે, જે પ્રિન્સેસ એરીઅલની જાદુઈ દુનિયામાંથી આવી છે. જાન્હવી બે નાની છોકરી આગળ ગીત ગાય છે, મછલી જલ કી રાની હૈ અને તરત જલપરી એટલે કે મરમેઈડ બની જાય છે. આ છોકરીઓ તેને પૂછે છે, બહાર નીકાલો તો ક્યા? તરત જ જાન્હવી પોતાની જાતને પ્રિન્સેસ એરિઅલ બનાવી દે છે અને કહે છે પ્રિન્સેસ એરિઅલ બન જાયેગી. ડિઝની ઈન્ડિયા દ્વારા આ ફિલ્મને ૨૬મેના રોજ ઈંગ્લિશમાં રિલીઝ કરાશે. તેમાં એરીઅલનો રોલ હેલ બેઈલીએ કર્યો છે. ઉરસુલાના કેરેક્ટરમાં મેલિસીઆ મેકકાર્થી છે. જાેન હાઉર કિંગ તરીકે છે.

Follow Me:

Related Posts