fbpx
ગુજરાત

મુખ્યમંત્રી રાજ્યનો પ્રથમ ‘ડિસ્ટ્રિક્ટ ગૂડ ગવર્નન્સ ઇન્ડેક્સ’ જાહેર કરશે

ગુજરાત સરકારની કેવડિયા ખાતે ચાલી રહેલી ચિંતન શિબિરનો આજે અંતિમ દિવસ છે. જેમાં આજે સમાપન પૂર્વે સીએમ ભૂપેન્દ્ર પટેલરાજ્યનો પ્રથમ ‘ડિસ્ટ્રિક્ટ ગૂડ ગવર્નન્સ ઇન્ડેક્સ’ જાહેર કરશે.જેમાં ડ્ઢય્ય્ૈંના ટોપ થ્રી રેન્કમાં નવસારી, રાજકોટ અને અમદાવાદનો સમાવેશ છે. ડિસ્ટ્રિક્ટ ગૂડ ગવર્નન્સ ઇન્ડેક્સ (ડ્ઢય્ય્ૈં)ના ટોપ રેન્કમાં નવસારી પ્રથમ, રાજકોટ દ્વિતિય અને અમદાવાદ ત્રીજા ક્રમે છે. કૃષિ અને સંલગ્ન સેવામાં અનુક્રમે પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, વાણિજ્ય અને ઉદ્યોગ ક્ષેત્રે પંચમહાલ, ભરૂચ, વડોદરા, માનવસંસાધન વિકાસ ક્ષેત્રે બોટાદ, પંચમહાલ અને ભાવનગરનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ જાહેર આરોગ્યમાં અમદાવાદ પ્રથમ, દાહોદ બીજા મહિસાગર ત્રીજા ક્રમે છે.જ્યારે જાહેર માળખુ અને સુવિધા ક્ષેત્રે સુરત, અમદાવાદ અને વલસાડ આગળ છે.

તેમજ સામાજિક કલ્યાણ અને વિકાસમાં ભરૂચ, અમદાવાદ, નવસારી અગ્રેસર છે. આ ઉપરાંત ફાયનાન્સિયલ ઇક્લુઝિવનેસ એન્ડ એમ્પાવરમેન્ટ ક્ષેત્રે દાહોદ, નર્મદા અને વડોદરા આગળ છે. તેમજ ન્યાયિક અને જાહેર સલામતીમાં મોરબી, દેવભૂમિ દ્વારકા અને ગાંધીનગરનો સમાવેશ થયો છે.કેન્દ્રના એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ એન્ડ પબ્લિક ગ્રિવન્સીસ રિડ્રેશલ ડિપાર્ટમેન્ટ (ડીએઆરપીજી) સાથે મળીને રાજ્યના વહીવટી તંત્રએ તૈયાર કર્યો છે. આ ઇન્ડેક્સનો કોન્સેપ્ટ અને ફોર્મ્યુલા માટે કેન્દ્ર સરકારના સ્તરે ૧૨ બેઠકો યોજાઈ હતી. ગુજરાતના તમામ ૩૩ જિલ્લાઓમાં વહીવટી માપદંડોનો સૂચકાંક ૧૦ ક્ષેત્રોમાં ૬૫ મહત્વના મુદ્દાના ૧૨૬ પાસાઓ આધારિત તૈયાર કરાયા છે.

Follow Me:

Related Posts