ફોર્બ્સ ઈન્ડિયાના ‘૩૦ અંડર ૩૦’ લિસ્ટમાં સિદ્ધાંત ચતુર્વેદીનો સમાવેશ
એક્ટર સિદ્ધાંત ચતુર્વેદીને ફોર્બ્સ એશિયાના ’૩૦ અંડર ૩૦’ લિસ્ટમાં સ્થાન મળ્યું છે. સિદ્ધાંતે આ અંગે જણાવ્યું હતું કે, પહેલા જ્યારે જાણવા મળ્યું કે ફોર્બ્સની યાદીમાં નામ આવ્યું છે, તો લાગ્યું કે આ માત્ર સંયોગ છે. પછી યાદ આવ્યું કે, ૩૦ વર્ષથી ઊંઘ્યો જ નથી. સપના ઘણાં જાેયાં છે, પરંતુ તેના પૂરા થયા પછી પણ આજ સુધી રડ્યો નથી. સિદ્ધાંતે સપના જાેવાની પોતાની આદતને ચાલુ રાખવાનું કહ્યું હતું. આ સિદ્ધિથી પોતે અત્યંત ખુશ હોવાનું જણાવતાં સિદ્ધાંતે કહ્યું હતું કે, તેનો અર્થ એવો થયો કે હવે ભારત આગળ વધી રહ્યું છે.
અલગ-અલગ ક્ષેત્રમાં નોંધપાત્ર આપનારા વ્યક્તિઓની યાદી ફોર્બ્સ દ્વારા જાહેર કરાઈ છે. જેમાં એશિયાના ૩૦ વર્ષથી નીચેના ૩૦ લોકોનો સમાવેશ કરાયો છે. ફિલ્મ ક્ષેત્રે યોગદાન બદલ સિદ્ધાંતનો આ લિસ્ટમાં સમાવેશ થયો છે. ઉત્તપ્રદેશના બલિયા ગામમાંથી સિદ્ધાંત આવે છે. રણવીર સાથે ગલી બોય ફિલ્મમાં તેણે એમસી સ્ટેનનો રોલ કર્યો હતો. સ્ટ્રીટ રેપરના આ રોલમાં તેને ઓડિયન્સ અને ક્રિટિક્સે પસંદ કર્યો હતો. પહેલી ફિલ્મ બાદ સિદ્ધાંતે સંખ્યાબંધ પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે અને દર વખતે તેના વખાણ થયાં છે. આપબળે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સ્ટાર સ્ટેટસ મેળવનારા એક્ટર્સમાં સિદ્ધાંતનું નામ મોખરે છે.
Recent Comments