‘સ્પ્લિટ્સવિલા’ ફેમ અભિનેતા આદિત્ય સિંહ રાજપૂતનું મોત, ઘરના બાથરૂમમાંથી મળી લાશ
‘સ્પ્લિટ્સવિલા’ અને ‘ગંદી બાત’ ફેમ અભિનેતા અને કાસ્ટિંગ ડિરેક્ટર આદિત્ય સિંહ રાજપૂતનું નિધન થયું છે. આદિત્ય માત્ર ૨૫ વર્ષનો હતો. સોમવારે, ૨૨ મેના રોજ બપોરે તેના ઘરના બાથરૂમમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આદિત્ય મુંબઈના અંધેરી વિસ્તારમાં રહેતો હતો. બિલ્ડિંગના ૧૧મા માળે રહેતા આદિત્યની ડેડ બોડી સૌથી પહેલા તેના મિત્રએ જાેઈ હતી. તે બાથરૂમમાં બેભાન અવસ્થામાં પડ્યો હતો. મિત્રે તરત જ ઈમારતના ચોકીદારને જાણ કરી, ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જાેકે, ડોક્ટરો સુધી પહોંચે તે પહેલા જ તેણે જીવ ગુમાવ્યો હતો. મુંબઈ પોલીસે મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આશંકા છે કે, આદિત્ય સિંહ રાજપૂતના મૃત્યુનું કારણ ડ્રગનો ઓવરડોઝ છે. જાેકે, પોલીસ વધુ તપાસ કર્યા વિના કોઈ નિષ્કર્ષ પર પહોંચવા માંગતી નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ બહાર આવશે. આદિત્ય સિંહ રાજપૂતને સૌથી પહેલા ટીવી રિયાલિટી શો ‘સ્પ્લિટ્સવિલા’થી લોકપ્રિયતા મળી હતી. કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે તેઓ ઈન્ડસ્ટ્રીમાં જાણીતા હતા. મોડલ તરીકે પોતાની કરિયરની શરૂઆત કરનાર આદિત્ય સિંહ રાજપૂતે ૩૦૦થી વધુ ટીવી જાહેરાતોમાં કામ કર્યું હતું. અભિનયની દુનિયામાં સંઘર્ષ કરીને, તેણે પોતાની બ્રાન્ડ ‘પોપ કલ્ચર’ શરૂ કરી, જેના હેઠળ તેણે કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કર્યું. આદિત્ય સિંહ રાજપૂતનો જન્મ દિલ્હીમાં થયો હતો. જાેકે, તેનો પરિવાર મૂળ ઉત્તરાખંડનો છે. માત્ર ૧૭ વર્ષની ઉંમરે મોડલિંગ કરિયર શરૂ કરનાર આદિત્યના પરિવારમાં માતા-પિતા સિવાય એક મોટી બહેન છે. લગ્ન પછી તેની બહેન અમેરિકા શિફ્ટ થઈ ગઈ. આદિત્યએ ‘ક્રાંતિવીર’, ‘મૈંને ગાંધી કો નહીં મારા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સાથે તે ટીવી શો ઝ્રૈંછ (ઝ્રછસ્મ્છન્છ ૈંહદૃીજંૈખ્તટ્ઠંર્ૈહ છખ્તીહષ્ઠઅજ)માં પણ જાેવા મળ્યો હતો. આદિત્ય છેલ્લા કેટલાક સમયથી કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કારકિર્દી બનાવી રહ્યો હતો. આવી સ્થિતિમાં મુંબઈની પેજ-૩ પાર્ટીઓથી લઈને ફિલ્મ જગતમાં તેની સારી પકડ હોવાનું માનવામાં આવે છે.
Recent Comments