fbpx
બોલિવૂડ

ભવ્ય ગાંધીએ લંડનમાં ગુજરાતી ફિલ્મનું શૂટિંગ કર્યું, સો.મીડિયા પર ફોટોગ્રાફ્સ શેર કર્યા

ટેલિવિઝન પર સૌથી વધુ સમય ચાલનારા ‘તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા’માં જેઠાલાલ, દયા ભાભી અને તેમના દીકરા ટપુએ દાયકાઓથી ઓડિયન્સને ઘેલું લાડેલું છે. આ શોમાં જેઠાલાલ ગડા (દિલીપ જાેશી), દયાબેન (દિશા વાકાણી)ના દીકરા ટપુને રજૂ કરાયો હતો. ગોકુલધામ સોસાયટીની બચ્ચા પાર્ટીનો લીડર એવો ટપુ સતત ધમાલ કરતો હતો. ટપુનો રોલ કરનારો ભવ્ય ગાંધી મોટો થઈ ગયો અને તેણે આઠ વર્ષ પહેલા આ શોમાંથી વિદાય લીધી હતી. ગુજરાતી ફિલ્મોમાં રંગ જમાવી રહેલા ભવ્ય ગાંધીની આગામી ફિલ્મનું શૂટિંગ તાજેતરમાં લંડન ખાતે થયુ હતું. સોશિયલ મીડિયા પર ફોટોગ્રાફ્સ શેર કરતાં ભવ્યએ લખ્યુ હતું કે, નવા પ્રકરમની શરૂઆત, ફિલ્મનું શીડ્યુલ પૂરું થયું. આ ફોટોગ્રાફમાં ભવ્યની સાથે ફિલ્મની ટીમ પણ હતી ૨૧ દિવસના શીડ્યુલમાં ભવ્યની સાથે ફિલ્મના કલાકારો હેમાંગ દવે, તેજલ વ્યાસ, ટિકુ તલસાણિયા પણ હતા. ભવ્યની આ પોસ્ટ બા કેટલાક ચાહકોએ ફિલ્મના નામ અને સ્ટોરી અંગે સવાલ કર્યા હતા. જ્યારે ઘણાં બધાએ પોતે ટપુડાને મિસ કરતા હોવાનું કહ્યું હતું. ભવ્ય અગાઉ તારી સાથે, કહેવતલાલ પરિવાર જેવી ગુજરાતી ફિલ્મો કરી ચૂક્યો છે. પાછલા મહિને ગુજરાત ટાઈટન્સની મેચ દરમિયાન ભવ્યએ ગુજરાતીમાં કોમેન્ટ્રી આપી હતી.

Follow Me:

Related Posts