fbpx
ભાવનગર

ભાવનગર એસ.ટી. બસ સ્ટેન્ડ થી ૯(નવ) નવી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા સાંસદ ડો.ભારતીબેન શિયાળ

આજરોજ ભાવનગર એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતેથી ૯(નવ) નવી બસોને સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળે લીલી ઝંડી આપીને
પ્રસ્થાન કરાવ્યું હતું. આ નવી બસોમાં ૨(બે) સ્લીપર, ૩(ત્રણ) લક્ઝરી અને ૪(ચાર) મીની બસ ભાવનગર એસ. ટી. બસ સ્ટેન્ડ થી અલગ
અલગ રૂટ માટે દોડશે.
ઉલ્લેખનીય છે કે ભાવનગર જિલ્લાને ગુજરાત સરકાર દ્વારા કુલ ૩૪(ચોત્રીસ) બસો ની ફાળવણી કરવામાં આવેલ છે જેમાં ૪(ચાર)
સ્લીપર, ૮(આઠ) ૨*૨ લકઝરી અને ૨૨(બાવીસ) મીની બસો નો સમાવેશ થયેલ છે. આ ફાળવવામાં આવેલ બસો એમીશન નોર્મ્સ ધરાવે છે
જે EATS સીસ્ટમ થકી એક્ઝોસ્ટમાં નીકળતાં પ્રદુષકોનાં પ્રમાણમાં ખુબ ઘટાડો કરી પર્યાવરણને નુકશાન થતું અટકાવે છે.
આ તકે ઉપસ્થિત સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા સામાન્ય માણસને પણ આધુનિક યુગ
જેવી જ સારામાં સારી સુવિધા મળે તે અંતર્ગત કુલ ૩૪ બસોની ફાળવણી ભાવનગર જિલ્લા માટે કરવામાં આવેલ છે. સાથો સાથ આખા વર્ષ
દરમ્યાન ૧૦૦ જેટલી નવી બસો તબક્કાવાર ભાવનગર માટે ફાળવણી કરવામાં આવી છે. ગુજરાત સરકાર ની જનસુખાકારી, લોકસુખાકારી
અને ખાસ કરીને ગરીબ અને માધ્યમ વર્ગ ના માણસોને ઉત્તમ સુવિધા મળી રહે તેવી અંત્યોદયની વિચારધારા સાથે સરકાર કામ કરી રહી છે.
છેવાડાના માનવી આરામદાયક મુસાફરી કરી શકે તે હેતુથી ભાવનગરને વિવિધ કેટેગરીમાં લકઝરી, સ્લીપર, મીની અને એ.સી બસો ફાળવવામાં
આવી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સરકારશ્રી દ્વારા લોકોને સારામાં સારી સુવિધાઓ મળતી રહે તે બદલ આવા ભગીરથ કાર્યોને જનતાએ
પણ સહકાર આપવો જરૂરી છે. મુસાફરો બસ સ્વચ્છ રાખે અને જાહેર બસોની જાળવણી કરે તે માટે તેઓએ મુસાફરોને અપીલ પણ કરી હતી.
આ કાર્યક્રમમાં એસ.ટી વિભાગના અધિકારીશ્રીઓ- કર્મચારીઓ સહિત વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts