fbpx
ગુજરાત

ગુજરાતમાં ઈ વિધાનસભા માટે અધ્યક્ષ શંકર ચૌધરી સહિત ૧૫ સભ્યોની કમિટી બનાવાઇ

આગામી બે મહિનામાં ધારાસભ્યો માટે ઈ વિધાનસભાની સુવિધા તૈયાર થઈ જશે. તેના માટે કમિટીની રચના કરવામાં આવી છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિત ૧૫ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. જેનું લક્ષ્ય આગામી બે મહિનામાં કામ પૂર્ણ કરવાનું છે. ઈ વિધાનસભા માટે ધારાસભ્યોને ટેબ્લેટ થકી કામગીરીની તાલીમ આપવામાં આવશે. ધારાસભ્યો ટેબ્લેટ દ્વારા પ્રશ્નો પૂછી શકશે, પત્ર વ્યવહાર ઓનલાઈન કરી શકશે, ટેબ્લેટથી ફાઈલ મૂકી શકશે અને પોતાના મત વિસ્તારના પ્રશ્નો પણ ઓનલાઈન જાણી શકશે. ઈ વિધાનસભા બાબતે સાયન્સ અને ટેક્નોલોજી વિભાગ સાથે બેઠક પણ કરવામાં આવી છે.

Follow Me:

Related Posts