રાષ્ટ્રીય

આઈફા એવોર્ડ્‌સ ઈવેન્ટમાં સલમાનનાં બોડીગાર્ડે વિક્કી કૌશલને સાઈડમાં ખસેડી દીધાનો વીડિયો થયો વાયરલ

સલમાન ખાન અને વિક્કી કૌશલ હાલ આઈફા એવોર્ડ્‌સ ઈવેન્ટ માટે અબૂ ધાબીમાં છે. ઈવેન્ટમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં વિક્કી કૌશલને ઈવેન્ટમાં પોતાના ફેન્સને મળતાં સેલ્ફી લેતા જાેવા મળી રહ્યા છે. ત્યારે અચાનક સલમાન ખાન પોતાના કાફિલા સાથે ચાલતો જાેવા મળે છે અને તેના બોડિગાર્ડ તેના માટે રસ્તો બનાવી રહ્યા છે. રસ્તો બનાવવાના ચક્કરમાં સલમાનના બોડીગાર્ડ્‌સે વિક્કીને ધક્કો મારીને સાઈડમાં ખસેડી દીધો. વીડિયો જાેયા બાદ ફેન્સ સલમાનના બોડીગાર્ડની ટીકા કરી રહ્યા છે. સુરક્ષાના કારણોસર અબૂ ધાબીમાં આઈફા (ૈંૈંહ્લછ ૨૦૨૩)નું આયોજન કર્યુ હતું. આ આયોજનમાં બોલિવૂડના મોટા-મોટા કલાકાર પહોંચ્યા છે. ઈવેન્ટમાં એક ગેલેરીમાં વિક્કી કૌશલ પોતાના ફેન્સને ઓટોગ્રાફ આપે છે અને તેની સાથે ફોટો ક્લિક કરતા જાેવા મળે છે. ત્યારે સલમાન ખાન પોતાના અંગરક્ષકોની સાથે બીજી તરફથી આવતો જાેવા મળે છે. સલમાન ખાનનાં સિક્યોરિટી આસપાસ હાજર લોકોને હાથથી પુશ કરતા સાઈડમાં ખસેડે છે.

તે વિક્કી કૌશલને પણ ધક્કો દઈને સાઈડમાં ખસેડે છે. જાેકે, તે સલમાન ખાન સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે. સલમાન પણ રોકાતો નથી અને તે ચાલતાં-ચાલતાં કંઈક કહી રહ્યો છે. આ જાેઈને વિક્કીના ફેન્સ નારાજ થઈ ગયા છે. વીડિયો જાેયા બાદ વિક્કી કૌશલ અને સલમાન ખાનના ફેન્સ પણ આપસમાં એકબીજા સાથે દલિલ કરી રહ્યા છે. એક ટ્રોલર સલમાન ખાનના આ વ્યવહારની ટીકા કરી રહ્યો છે, એક ગ્રુપે સલમાન ખાનનો બચાવ પણ કર્યો છે. એક યુઝરે લખ્યુ, “મને નથી લાગતું કે, સલમાન અહીં અસભ્ય હતાં. તે ચાલતાં રહ્યા અને સલમાને વિક્કીને સલામ કરતા અભિવાદન આપ્યું. વિક્કી ઈચ્છે છે કે, રુકો અને વાત કરો અને તેને એવું નથી લાગતું. તેમાં અસભ્ય અથવા શરમજનક નથી. વિક્કીને શર્મિંદા થવાની કોઈ જરુર નથી.” એક અન્ય યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, “ઈમાનદારીથી કહુ તો સલમાન ખાનના બોડીગાર્ડ અને સ્ટાફના સભ્ય સલમાન ખાનથી વધારે અસભ્ય હતાં. એવું લાગી રહ્યુ છે કે, વિક્કી કૌશલ સલમાન ખાને ઈવેન્ટ વિશે કંઈક જણાવી રહ્યા છે અને સ્ટાફનાં સભ્યોએ તેને એક બાજુ ધક્કો મારીને ખસેડી દે છે જાણે તે કોઈ ફેન્‌, હોય. કેવી અસભ્યતા છે!”

Follow Me:

Related Posts