હવે ગુજરાતમાં લગ્ન નોંધણી વખતે પતિ પત્નીનું થેલેસેમિયાનું સર્ટિ જાેડવું ફરજીયાત
લગ્ન નોંધણીને લઈને રાજ્ય સરકારે એક મહત્વનો ર્નિણય લીધો છે. હવે ગુજરાતમાં લગ્ન નોંધણી વખતે પતિ પત્નીનું થેલેસેમિયાનું સર્ટિ જાેડવું ફરજીયાત કરવામાં આવ્યું છે. થેલેસેમિયાના વધતા કેસ અટકાવવા ગુજરાત સરકારે આ ર્નિણય લીધો છે. લગ્ન નોંધણી સમયે દંપતીએ માન્યતા પ્રાપ્ત ડોકટરનું થેલેસેમિયા અંગેનું સર્ટિ જાેડવું પડશે. થેલેસેમિયા વાળા બાળકોને જન્મતા અટકાવવા માટે આ ર્નિણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર આગામી દિવસોમાં આ ર્નિણય અંગે સત્તાવાર જાહેરાત કરશે.નોંધનીય છે કે, લગ્ન કરતા પુરુષ અને સ્ત્રીમાંથી કોઈ પણ એકને થેલેસેમિયાનો રોગ હોય તો તેવા દંપતીને થેલેસેમિયાવાળું બાળક જન્મે તેવી ૨૫ ટકા શક્યતા રહેલી છે. પુરુષ અને સ્ત્રી બંને થેલેસેમિયા માઇનર હોય તો તેવા દંપતીને થેલેસેમિયા મેજર બાળક જન્મે તેવી ૫૦ ટકા શક્યતા રહેલી છે. આવા બાળકનું આયુષ્ય ઓછું હોય છે. આ કારણે જ રાજ્ય સરકારે ર્નિણય લીધો છે કે લગ્ન નોંધણી વખતે થેલેસેમિયાનું સર્ટિ જાેડવું.
Recent Comments