અર્બન હેલ્થ સેન્ટર દ્વારા બાળલકવા નાબૂદી અભિયાન અંતર્ગત ૦ થઈ ૫ વર્ષના બાળકોને બે ટીપાં પોલીયો રસીના પીવડાવવામાં આવ્યા
સાવરકુંડલા શહેરના વિવિધ વિસ્તારોમાં આજરોજ વિવિધ બુથો પર પોલીયો રસીકરણ કામગીરી હાથ ધરવામાં આવેલ. પ્રસ્તુત તસવીરમાં બાળકોને વિવિધ વિસ્તારોમાં પોલીયો રસીના બે ટીપાં પીવડાવવામાં આવી રહ્યા છે. આંખની હોસ્પિટલ ખાતે બુથ નંબર ૧૭માં શ્રધ્ધાબેન, કાજલબેન પંડ્યા, જ્યોત્સનાબેન બોરીસાગર, આરતીબેન ત્રિવેદી વગેરે આ બુથ પર બાળકોને પોલીયો ના બે ટીપાં પીવરાવાની કામગીરીમાં વ્યસ્ત છે આ સંદર્ભે સાવરકુંડલાના સિનિયર પત્રકાર બિપીનભાઈ પાંધીની છ માસની પૌત્રી ધાર્વી સમેત અન્ય બાળકોને પોલીયો ટીપાં પીવરાવતાં જોવા મળે છે. આમ બાળલકવા નાબૂદી અભિયાન હવે પૂર જોશમાં ચાલી રહ્યું છે સરકાર બાળકોના સારા અને તંદુરસ્ત સ્વાસ્થ્ય અંગે પણ સતત સતર્ક હોય પૂર્ણ સ્વરૂપે કાર્યશીલ રહેતી હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ લાગે છે.
Recent Comments