fbpx
રાષ્ટ્રીય

પીએમ મોદીએ રાજદંડ ‘સેંગોલ’ને દંડવત પ્રણામ કર્યુ

આજે નવા સંસદ ભવનમાં સ્પીકરની ખુરશી પાસે સેંગોલને સ્થાપિત કરવામાં આવ્યો હતો. પીએમ મોદીએ નવા સંસદનું પણ ઉદ્‌ઘાટન કર્યું. સેંગોલ સંભાળ્યા બાદ પીએમ મોદી આંખો બંધ કરીને પ્રાર્થના કરતા જાેવા મળ્યા હતા. પીએમ મોદી સ્પીકરની ખુરશી તરફ જઈ રહ્યા હતા, તે સમયે તમામ સંતો મંત્રોચ્ચાર કરી રહ્યા હતા. પરંપરાગત પોશાકમાં સેંગોલ સાથે સંસદમાં પ્રવેશતા જાેવા મળ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદી અને લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ વૈદિક વિધિ પ્રમાણે પૂજા કરી હતી. પૂજા કાર્યક્રમમાં સામેલ થયા બાદ પીએમ મોદીએ સેંગોલને દંડવત પ્રણામ કર્યુ હતું. સેંગોલ મળ્યા બાદ પીએમ મોદી થોડીવાર તેમની સામે જાેતા રહ્યા. પીએમએ સેંગોલને નમન પણ કર્યુ હતું. પીએમ મોદી સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા હાજર રહ્યા હતા. સેંગોલની સ્થાપના બાદ પીએમ મોદીએ દીપ પ્રગટાવ્યો હતો. લોકસભા સ્પીકર ઓમ બિરલા આખો સમય તેમની સાથે જાેવા મળ્યા હતા. જ્યારે પીએમ મોદી સંસદમાં સેંગોલ લગાવી રહ્યા હતા ત્યારે લોકસભા સ્પીકર પાછળ ઉભા હતા. પીએમ મોદીએ તેમને ઈશારામાં બોલાવ્યા. ત્યારબાદ ઓમ બિરલા પીએમ મોદી સાથે આવ્યા હતા. સેંગોલની સ્થાપના બાદ પીએમ મોદીએ તમામ સાધુઓને પ્રણામ કર્યા. સંતોએ પીએમ મોદીના માથા પર હાથ રાખીને આશીર્વાદ આપ્યા હતા.

Follow Me:

Related Posts