માતરના બરોડા ગામમાં વીજળી પડતા ૩૫થી વધુ ઘેટાં-બકરાંનાં મોત
ખેડાના વલ્લાથી ત્રાજ સુધીના ગામોમાં વાવાઝોડાથી નુકસાન થયુ હોવાનું સામે આવ્યુ છે. આ સાથે જ ખેડાના માતરના બરોડા ગામમાં વીજળી પડતાં ૩૫ થી વધુ ઘેટાં-બકરાંનાં મોત થયા હોવાનું સામે આવ્યુ છે. કમોસમી વરસાદના કારણે પંથકમાં કેળાના પાકને વ્યાપક નુકસાન થયું હતુ.
આ સાથે ભારે પવન સાથે વરસાદ ખાબક્તા મકાનોનાં છાપરાં, વાહનોને મોટાપાયે નુકસાન થયુ છે. વારસંગ, રઢુ, બરોડા, ત્રાજ ગામની સીમમાં વ્યાપક નુક્સાન થયુ છે. ખેડા તાલુકામાં મોટા પ્રમાણમાં વૃક્ષો ધરાશાયી થયા છે.
Recent Comments