ગઇકાલે અચાનક વરસેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર નુકશાનીના સમાચાર સામે આવ્યા છે, પરંતુ હવે વીજળી પડવાથી પણ મોત થયાના સમાચાર મળ્યા છે. ગઇકાલે કડાકા ભડાકા સાથે પડેલા વરસાદે અને વીજળીએ ભારે નુકશાન કર્યુ છે. છોટા ઉદેપુરમાં બે ભાઇઓના વીજળી પડવાથી મોત થયાના સમાચાર છે. માહિતી પ્રમાણે, છોટા ઉદેપુરના સંખેડામાં વીજળી પડવાથી બે લોકોના મોત થયા છે, આ બન્ને ભાઇઓ સંખેડાના કૃષ્ણાપુરાની નવી વસાહતમાં રહેતા હતા અને ગઇરાત્રે ખેતરમાં કામ કરવા ગયા હતા. જાેકે, સવાર થવા છતાં ઘરે ના આવતા મોત થયાની જાણ થઇ હતી. ખેતરમાં કામ અર્થે રોકાયેલા તડવી હસમુખભાઈ અને તડવી ગણપતભાઈ ઉપર વીજળી પડતા મોત થયુ હતુ.
છોટા ઉદેપુરના સંખેડામાં વીજળી પડવાથી બે લોકોના મોત

Recent Comments