fbpx
રાષ્ટ્રીય

કુસ્તીબાજાે મેડલ વહેડાવવા ગયા પરંતુ તે મેડલ ટિકૈતને આપી દીધો: બ્રિજભૂષણ

ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ કરી રહેલા કુસ્તીબાજાે ગઈકાલે હરિદ્વાર પહોંચ્યા હતા. તેની પવિત્ર ગંગામાં મેડલ વહેવડાવવાની યોજના હતી. ખેડુત નેતા ટિકૈત પહોંચ્યા તેમને રોકવા પહોંચ્યા હતા. આ પછી તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો. તેના પર બ્રિજભૂષણે કહ્યું કે તે મેડલના વહેડાવવાને ગયા હતા પરંતુ બાદમાં તેણે ટિકૈતને મેડલ આપી દીધો હતો. હવે આપણે શું કરી શકીએ? મહિલા કુસ્તીબાજાેની સાથે મોટી સંખ્યામાં મેડલ વિજેતા કુસ્તીબાજાે એક મહિનાથી વધુ સમયથી દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આરોપ છે કે તેમની સામે કોઈ સુનાવણી થઈ રહી નથી. આ દરમિયાન નવા સંસદ ભવનનું પણ ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્‌ઘાટન સમારોહમાં બ્રિજભૂષણ શરણ સિંહ પણ પહોંચ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ પણ અહીં સંબોધન કર્યું હતું. આનાથી નારાજ કુસ્તીબાજાેએ સંસદ તરફ કૂચ કરવાની યોજના બનાવી. જાેકે, દિલ્હી પોલીસે તેમને રસ્તામાં અટકાવ્યા હતા. ૨૮ મેના રોજ દિલ્હીના રસ્તાઓ પર ધર્ષણ પણ જાેવા મળ્યું હતુ. ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયાએ મંગળવારે ટ્‌વીટ કરીને કહ્યું કે તે પવિત્ર ગંગામાં પોતાનો મેડલ વહેડાવવા જઈ રહ્યા છે.

આ માટે તેઓ હરિદ્વાર પહોંચ્યા. સાંજે ૬ વાગ્યે મેડલ વહેડાવવાની યોજના હતી. જાેકે સમય જતાં ખેડૂત નેતા નરેશ ટિકૈત ત્યાં પહોંચી ગયા હતા અને કુસ્તીબાજાેને સમજાવ્યા હતા. તેણે કુસ્તીબાજાે પાસેથી પાંચ દિવસનો સમય માંગ્યો હતો. બાદમાં કેન્દ્ર સરકારને બ્રિજભૂષણ સિંહ પર કાર્યવાહી કરવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. અલ્ટીમેટમનો સમયગાળો રવિવારે પૂરો થશે. જે બાદ તેઓ આગામી યોજનાની જાહેરાત કરશે. ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક સહિતના કુસ્તીબાજાે દિલ્હીના જંતર-મંતર પર બેઠા હતા. તેમને ૨૮ મેના રોજ જંતર-મંતરથી હટાવી દેવામાં આવ્યા હતા. આ પછી તે ઈન્ડિયા ગેટ તરફ આગળ વધ્યા હતા. કુસ્તીબાજાેનો આરોપ છે કે ત્યાં પણ તેમને વિરોધ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. કુસ્તીબાજાેનો આરોપ છે કે દિલ્હી પોલીસે તેમની સાથે અત્યાચાર કર્યો હતો. તેમની ધરપકડ કરી. તેઓ શાંતિપૂર્વક વિરોધ કરી રહ્યા હતા. બીજા દિવસે ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યા હતા. કુસ્તીબાજાેએ કહ્યું કે તેઓએ કોઈ ગુનો કર્યો નથી. અમારો હેરાન કરનાર બિન્દાસ ફરે છે. તે ર્ઁંઝ્રર્જીં એક્ટ બદલવાની વાત કરી રહ્યો છે.

Follow Me:

Related Posts