ભાવનગર શિશુવિહારનાં ઉપક્રમે યોજાનાર સ્વૈચ્છિક સંસ્થા ઓ માટેની તાલીમ ‘ગુજરાત સેવા સેતુ’નાં ઉપક્રમે આગામી તારીખ ૪ જૂને સવારે ૧૦:૩૦ થી સાંજનાં ૪:૩૦ દરમિયાન ભાવનગર-બોટાદ જિલ્લાની સ્વૈચ્છિક સંસ્થાઓ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયુ છે ઈન્કમટેક્ષ તેમજ ચેરિટી એકટમાં થયેલ મહત્વપૂર્ણ ફેરફારને લક્ષમાં રાખી સ્વૈચ્છિક સંસ્થાઓના એકાઉન્ટ ઑડિટ અને નાણાકીય વ્યવહારો ઉપરાંત સી. એસ. આર. દ્વારા સેવા પ્રવૃત્તિ માટે દાન મેળવવાની પદ્ધતિ વિષયે સંસ્થા સંચાલકોને ખાસ તાલીમ આપવામાં આવશે.
‘ગુજરાત સેવા સેતુ’નાં ઉપક્રમે અમરેલી, જૂનાગઢ, ભૂજ, જામનગર, દ્વારકા, અમદાવાદ, ગાંધીનગર તેમજ પાટણ જિલ્લામાં યોજાયેલ તાલીમ બાદ શિશુવિહાર ભાવનગર પરિસરમાં યોજાતા કાર્યક્રમમાં ભાગ લેવા માગતી સંસ્થા પ્રતિનિધિઓએ પ્રા. ડૉ. નેહલ ત્રિવેદી (મો. ૯૯૯૮૬૨૨૪૭૭) સંપર્ક સાધી રજીસ્ટ્રેશન કરાવવા વિનંતી છે.ડો નાનકભાઈ ભટ્ટ નો અનુરોધ

















Recent Comments