વિજય દેવરકોન્ડા સાથે સામંથા ‘કુશી’ ફિલ્મના શૂટિંગ માટે તૂર્કીના પ્રવાસે
સાઉથના સ્ટાર નાગા ચૈતન્ય સાથે ડાઈવોર્સ અને બીમારીના કારણે લાંબો સમય ચર્ચામાં રહેલી સામંથા રૂથ પ્રભુની આગામી ફિલ્મ પર સૌની નજર છે. લાઈગર સ્ટાર વિજય દેવરકોન્ડા સાથે સામંથા ‘કુશી’ ફિલ્મ કરી રહી છે. આ ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી જ સામંથા અને દેવરકોન્ડા વચ્ચે નિકટતા વધી રહી હોવાનું કહેવાય છે. તેમણે ક્યારેય પોતાના સંબંધો સ્વીકાર્યા નથી, પરંતુ તેમની રીલ લાઈફ કેમેસ્ટ્રી જાેઈને રીયલ લાઈફમાં પણ કશુંક ચાલી રહ્યું હોવાનું કહેવાય છે. સામંથા અને વિજય દેવરકોન્ડા હાલ ‘કુશી’ની ટીમ સાથે તૂર્કીના પ્રવાસે છે. તેઓ તૂર્કીના વિવિધ લોકેશન્સ પર ગીતનું શૂટિંગ કરી રહ્યા છે. શૂટિંગની સાથે વિજય અને સામંથા શહેરમાં ફરવાની મજા લઈ રહ્યા છે. સામંથાએ તાજેતરમાં તૂર્કીમાંથી ફોટોગ્રાફ શેર કર્યો હતો. કેપ્શનમાં સામંથાએ ‘સ્ટીલ ડ્રીમિંગ’ લખ્યું હતું. સામંથાની આ પોસ્ટના કારણે પણ વિજય દેવરકોન્ડા અને સામંથા વચ્ચે મિત્રતા કરતાં વિશેષ સંબંધો હોવાની અટકળોને વેગ મળ્યો છે. નાગા ચૈતન્ય સાથેના ડાઈવોર્સને ભૂલીને સામંથા આગળ વધવા માગે છે. પોતાનું ફોકસ હવે માત્ર ફિલ્મો પર હોવાનું સામંથા જણાવી રહી છે. એક્ટિંગ ઉપરાંત બિન્દાસ લાઈફસ્ટાઈલના વિજય દેવરકોન્ડા સોશિયલ મીડિયા પર છવાયેલો રહે છે. વિજયે પણ સોશિયલ મીડિયા પર તૂર્કીના લોકેશન્સ પરથી ફોટોગ્રાફ્સ શેર કર્યા છે. વિજય દેવરકોન્ડાએ તૂર્કીના જાેવાલાયક સ્થળો ઉપરાંત ટેસ્ટી ફૂડનો પણ આનંદ લીધો હતો. વિજય અને સામંથાએ શેર કરેલા ફોટોગ્રાફ્સમાં તેઓ સાથે જાેવા મળતા નથી, પરંતુ તેઓ તૂર્કીના શીડ્યુલને એન્જાેય કરી રહ્યા હોવાનું સ્પષ્ટ દેખાય છે. સામંથા અને વિજયની ફિલ્મ ‘કુશી’ને લવ સ્ટોરી કહેવામાં આવે છે, જેમાં અનેક ટિ્વસ્ટ છે. ૨૦૧૮માં મહંતી ફિલ્મમાં તેમણે સાથે કામ કર્યું હતું, જે બ્લોકબસ્ટર રહી હતી. તેઓ બીજી વખત સાથે ફિલ્મ કરી રહ્યા છે. પહેલી સપ્ટેમ્બરે ‘કુશી’ને પાન ઈન્ડિયા રિલીઝ કરવામાં આવશે. હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં આ ફિલ્મ રિલીઝ થશે.
Recent Comments