fbpx
બોલિવૂડ

‘ઝરા હટકે ઝરા બચકે’ ફિલ્મના ડાયરેક્ટર લક્ષ્મણ ઉટકરે કેટરિનાને ફિલ્મમાં લેવા અંગે રસપ્રદ જવાબ આપ્યો

વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મ ‘ઝરા હટકે ઝરા બચકે’ બીજી જૂને રિલીઝ થઈ છે. ફિલ્મના પ્રમોશન માટે વિકી અને સારા સંખ્યાબંધ ઈવેન્ટ્‌સમાં ભાગ લઈ રહ્યા છે. પ્રમોશન દરમિયાન ઘણાં લોકો પૂછી રહ્યા છે કે, વિકીની રીઅલ લાઈફ પાર્ટનર કેટરિનાના બદલે સારા અલી ખાનને શા માટે લીડ રોલ માટે પસંદ કરવામાં આવી છે? આ મામલે ફિલ્મના ડાયરેક્ટર લક્ષ્મણ ઉટકરે રસપ્રદ જવાબ આપ્યો છે. કેટરિનાની પર્સનાલિટી અને સ્ટાઈલ સાવ અલગ હોવાના કારણે મિડલ ક્લાસ પરિવારની પુત્રવધૂના રોલમાં તે ફિટ થઈ શકે તેમ નથી. લક્ષ્મણ ઉટકરે જણાવ્યું હતું કે, મારી ભાષા કેટરિનાને સમજમાં આવશે ત્યારે જ હું તેમને ફિલ્મમાં કાસ્ટ કરી શકીશ. ત્યારબાદ કેટરિના નાના શહેરની એક્ટ્રેસના રોલમાં ફિટ થઈ શકશે. અમને સારી સ્ક્રિપ્ટ મળશે તો વિકી અને કેટરિનાને સાથે લઈને એક્સપરિમેન્ટ ચોક્કસ કરીશ. આ ફિલ્મમાં તો સ્ક્રિન પર કેટરિનાને જગ્યા નથી આપી, પરંતુ મને લાગે છે કે કેટરિનાનો એક અલગ ઓરા છે. મિડલ ક્લાસ ફેમિલીની વહુના રોલમાં કેટરિના પરફેક્ટ હોય તેવું સહેજ પણ લાગતું નથી. ભવિષ્યમાં તેમના કેરેક્ટર પ્રમાણે જરૂરિયાત હશે તો કાસ્ટ કરવામાં આવશે. વિકી કૌશલ અને સારા અલી ખાનની ઓન સ્ક્રિન કેમેસ્ટ્રી ઓડિયન્સને પસંદ આવી રહી છે. મિડલ ક્લાસની રોમેન્ટિક સ્ટોરી માટે ઉત્સુકતા જાેવા મળે છે. ફિલ્મની રિલીઝ માટે પ્રમોશન આખરી તબક્કામાં ચાલી રહ્યું છે. જાે કે આ એક ફિલ્મ નહીં મળવાથી કેટરિનાને કોઈ નુકસાન નથી. સલમાન ખાન સાથેની બિગ બજેટ ફિલ્મ ટાઈગર ૩માં કેટરિનાનોલીડ રોલ છે. દિવાળી પર આ ફિલ્મ રિલીઝ થવાની છે. વિજય સેતુપતિ સાથેની મેરી ક્રિસમસ પણ આ વર્ષના અંતમાં રિલીઝ થવાની છે. આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરા સાથે કેટરિનાની ફિલ્મ મેરી ક્રિસમસનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે.

Follow Me:

Related Posts