fbpx
રાષ્ટ્રીય

ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં લોકો પાયલોટ, આસિસ્ટન્ટ લોકો પાયલટ અને ગાર્ડ ગંભીર રીતે ઘાયલ

ઓડિશાના બાલાસોરમાં ટ્રેન પાટા પરથી ઉતરી ગયેલી ટ્રેન દુર્ઘટના આ સદીની સૌથી મોટી રેલ દુર્ઘટનાઓમાંની એક છે. આ ભયાનક અકસ્માતમાં ૨૮૮ લોકોના મોત થયા છે અને ૭૪૭ ઘાયલોની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ટ્રેન અકસ્માતની તસવીરો ખૂબ જ દર્દનાક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે શનિવારે અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી અને મૃતકોના નજીકના સંબંધીઓ માટે સહાયની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું છે કે દુર્ઘટનાના ગુનેગારોને કોઈપણ સંજાેગોમાં છોડવામાં આવશે નહીં અને જે પણ દોષિત હશે તેને સખત સજા કરવામાં આવશે. હવે આ અકસ્માતને લઈને એક મહત્વની માહિતી સામે આવી છે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે જે ટ્રેનો અથડાઈ છે તેના લોકો પાયલોટ, આસિસ્ટન્ટ લોકો પાયલટ અને ગાર્ડ ગંભીર રીતે ઘાયલ છે અને તેમની સારવાર ચાલી રહી છે. રેલવે અધિકારીઓએ જણાવ્યું છે કે આ ભયાનક રેલ દુર્ઘટનામાં એન્જીન ડ્રાઈવર અને માલગાડીનો ગાર્ડ અકસ્માતમાં માંડ-માંડ બચ્યા. તેમણે જણાવ્યું હતું કે અકસ્માતનો ભોગ બનેલ કોરોમંડલ એક્સપ્રેસના લોકો પાઇલટ, સહાયક લોકો પાઇલટ અને ગાર્ડ ઘાયલ થયા હતા. બીજી તરફ, અન્ય એક ટ્રેન બેંગલુરુ-હાવડા એક્સપ્રેસનો ગાર્ડ પણ ઘાયલોમાં સામેલ છે.

દરેકની સારવાર કરવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે, આ ટ્રેન અકસ્માત ઓડિશાના બાલાસોરમાં સાંજે લગભગ સાત વાગ્યે થયો હતો. અકસ્માતના દિવસે, કોરોમંડલ એક્સપ્રેસ માલવાહક ટ્રેન સાથે અથડાઈ હતી, જેના ૧૭ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. કેટલાક કોચ બીજી લાઇન પર પડ્યા હતા, જેના કારણે બીજી બાજુથી આવી રહેલી બેંગલુરુ-હાવડા એક્સપ્રેસ તેની સાથે અથડાઈ હતી અને તેના કેટલાક કોચ પણ પાટા પરથી ઉતરી ગયા હતા. આ ટ્રેન અકસ્માત એટલો ભયાનક હતો કે લગભગ ૯૦ ટ્રેનોને અસર થઈ હતી. કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી હતી અને ઘણી ટ્રેનો ડાયવર્ટ કરવી પડી હતી. ટ્રેન દુર્ઘટના બાદ શનિવારે બચાવ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. બચાવ કાર્યમાં સ્થાનિક પ્રશાસન ઉપરાંત એનડીઆરએફ અને સેનાની પણ મદદ લેવામાં આવી હતી. રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૧૦૦૦ થી વધુ કર્મચારીઓ ટ્રેક રિસ્ટોરેશનના કામમાં લાગેલા છે. આ ઉપરાંત ૭ થી વધુ પોકલેન મશીન, ૨ અકસ્માત રાહત ટ્રેન, ૩ થી ૪ રેલવે અને રોડ ક્રેન્સ તૈનાત કરવામાં આવી છે.

Follow Me:

Related Posts