આ ચાર ફિલ્મોની ઓફર દીપિકા પાદુકોણ પહેલા આ અભિનેત્રીને કરાઈ હતી
ક્યારેક બાજીરાવની મસ્તાની બનીને તો ક્યારેક રામની લીલા બનીને, જ્યારે દીપિકા પાદુકોણ આ પાત્રોમાં દેખાઈ ત્યારે બધા તેના અભિનયના ફેન્સ બની ગયા. આ ફિલ્મો દીપિકા પાદુકોણની કારકિર્દીનો પોલિશ્ડ ડાયમંડ છે, જેણે તેને આજે બોલિવૂડની ટોપની અભિનેત્રી બનાવી છે. દીપિકા આજે ઘણું મોટું નામ બની ગઈ છે. જે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. દીપિકાની સુંદરતા અને તેના જાેરદાર અભિનયએ બધાના દિલ જીતી લીધા છે. પરંતુ શું તમે જાણો છો કે દીપિકાના કરિયરની તે ૪ મોટી ફિલ્મો એ સ્ટાર બનાવી છે. હવે બધા જાણે છે કે, જાે કોઈ સ્ટાર ફિલ્મ રિજેક્ટ કરે છે તો તે ફિલ્મ બીજાના હાથમાં આવી જાય છે. પરંતુ જાે કોઈ ૪ ફિલ્મો રિજેક્ટ કરે અને ચારેય ફિલ્મો બ્લોકબસ્ટર બની જાય તો તમે તેને રિજેક્ટ કરનારનું દુર્ભાગ્ય પણ કહી શકો. અમે વાત કરી રહ્યા છીએ બોલીવુડ અભિનેત્રી કેટરિના કૈફની. કેટરીના કૈફને ૪ ફિલ્મોની ઓફર કરવામાં આવી હતી અને તેણે તેને ઠુકરાવી દીધી હતી. જે બાદ તે ચારેય ફિલ્મો દીપિકા પાદુકોણ પાસે ગઈ. આ યાદીમાં ચેન્નાઈ એક્સપ્રેસ, બાજીરાવ મસ્તાની, યે જવાની હૈ દીવાની અને ગોલિયોં કી રાસલીલા ઃ રામ-લીલાનો સમાવેશ થાય છે. આ ચારેય ફિલ્મો બ્લોકબસ્ટર રહી હતી. આ ફિલ્મોમાં દીપિકાના કામની સૌએ પ્રશંસા કરી હતી. આ ફિલ્મોના કારણે દીપિકાએ ઈન્ડસ્ટ્રી પર પોતાની પકડ મજબૂત કરી. એ વાત કોઈથી છુપી નથી કે, આ ફિલ્મોએ ઘણા રેકોર્ડ તોડ્યા હતા. આ ચારેય ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ૨૦૦ થી ૩૦૦ કરોડનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મ ચેન્નાઈ એક્સપ્રેસે વિશ્વભરમાં ૪૨૨ કરોડની કમાણી કરી હતી. બાજીરાવ મસ્તાનીએ વર્લ્ડવાઈડ ૩૬૨નો બિઝનેસ કર્યો હતો. યે જવાની હૈ દીવાનીએ ૩૧૮નો બિઝનેસ કર્યો હતો અને ગોલિયોં કી રાસલીલા-રામ લીલાએ ૨૧૭ કરોડનું વિશ્વવ્યાપી કલેક્શન કર્યું હતું.
Recent Comments