અમરેલી

કિસી કી મુસ્કરાહટોં પે હો દિલ નિસાર, કિસીકા દર્દ મિલે તો લે ઉધાર કિસીકે વાસ્તે હો તેરે દિલમેં પ્યાર જીના ઉસીકા નામ હૈ

સાવરકુંડલા શહેરનાં નામાંકિત મ્યુઝિકલ ગ્રુપ (સ્વર સાધના ગ્રુપ) દ્વારા સ્વ. રાજકપૂર સાહેબને સ્મરણાંજલિ અર્પણ કરવા અહીં સાવરકુંડલા શહેરમાં શ્રીજી નગર ખાતે રવિવારે સાંજના સાડા છ વાગ્યે એક ખૂબ ખાનગી કાર્યક્રમ યોજાયો. જેમાં સાવરકુંડલા શહેરના નામાંકિત ગાયકોએ સ્વ. રાજકપૂર સાહેબના ફિલ્મ ગીતો દ્વારા તેનાં સંસ્મરણો વાગોળ્યા. જેમાં પરેશભાઈ ભટ્ટ, હેતલબેન, પિયુષભાઈ દવે, અમિતભાઈ દવે, મહેન્દ્રભાઈ રાઠોડ, કેવલભાઈ વેલાણી વગેરે  રાજકપૂર પ્રેમી ગાયકોએ સ્વ. રાજકપૂરની હીટ ફિલ્મોના યાદગાર ગીતો સંગીત રીધમ સાથે ગાતાં ગાતાં સ્મરણાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ the tribute to राजकपूर યોજાયો. સમગ્ર કાર્યક્રમને અંતે સ્વરસાધના સંગીત ગ્રુપ દ્વારા શુક્રવારે ઓરિસ્સા ખાતે બનેલી ગમખ્વાર ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામેલા એ આશા અને અરમાનોભર્યા મૃતકોને પણ ગમગીન હ્રદયે શ્રધ્ધાંજલી પાઠવી હતી. આ તકે સાવરકુંડલા શહેરનાં વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ દિલસોજી વ્યક્ત કરી આ અકસ્માતમાં મૃત્યુ પામેલા નિર્દોષ જીવોને શાંતિ અર્પણ કરવાની પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના કરી હતી.

Follow Me:

Related Posts